મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPLની ગઈ સિઝનનો વિલન RCB માટે બન્યો હીરો, અંતિમ 6 બોલમાં જ પલટી નાખી મેચ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ના પ્લેઓફમાં પોતાનું સ્થાન ન

IPLની ગઈ સિઝનનો વિલન RCB માટે બન્યો હીરો, અંતિમ 6 બોલમાં જ પલટી નાખી મેચ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ના પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. શનિવારે (18 મે) બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં, RCBએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 27 રનથી હરાવ્યું હતું. મેચમાં CSKને જીતવા માટે 219 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તે સાત વિકેટે 191 રન જ બનાવી શકી હતી. હવે, 22 મે (બુધવાર)ના રોજ યોજાનારી એલિમિનેટર મેચમાં RCBનો મુકાબલો પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમની ટીમ (સનરાઈઝર્સ હૈદરાબાદ અથવા રાજસ્થાન રોયલ્સ) સાથે થશે.

યશ દયાલની દમદાર બોલિંગે મેચ પલ્ટી

RCBને પ્લેઓફમાં પહોંચવા માટે CSK સામે ઓછામાં ઓછા 18 રનથી જીતની જરૂર હતી. એટલે કે, જો CSKએ 201 રન બનાવ્યા હોત તો પણ તેઓ RCBને હરાવીને પ્લેઓફમાં પહોંચી ગયા હોત. 19 ઓવરના અંતે CSKનો સ્કોર સાત વિકેટે 184 રન હતો. એટલે કે પ્લેઓફમાં પહોંચવા માટે તેણે છેલ્લી ઓવરમાં 17 રન બનાવવાના હતા. મહેન્દ્ર સિંહ ધોની અને રવીન્દ્ર જાડેજા સાથે CSK માટે તે જરાય મુશ્કેલ ન હતું. પરંતુ ફાસ્ટ બોલર યશ દયાલે છેલ્લી ઓવરમાં  દમદાર બોલિંગ કરીને પાંચ વખતના ચેમ્પિયન CSKનું સપનું ચકનાચૂર કરી દીધું.

છેલ્લી ઓવરમાં ધોનીએ યશ દયાલના પ્રથમ બોલ પર 110 મીટર લાંબી સિક્સર ફટકારી હતી. પરંતુ દયાલે આગલા જ બોલ પર ધોનીને આઉટ કરીને બાજી પલ્ટાવી દીધી હતી. ધોનીના આઉટ પછી શાર્દુલ ઠાકુર બેટિંગ કરવા આવ્યો હતો. શાર્દુલ ત્રીજા બોલ પર કોઈ રન બનાવી શક્યો ન હતો, જ્યારે ચોથા બોલ પર તેણે એક રન લઈને જાડેજાને સ્ટ્રાઈક આપી હતી. હવે CSKને બે બોલમાં 10 રન કરવાના હતા, દયાલના બેક હેન્ડ સ્લોઅર નાખેલા છેલ્લા બન્ને બોલ પર જાડેજા કોઈ રન બનાવી શક્યો નહો, અને CSK આ મેચ હારી ગઈ હતી.

યશ દયાલની  છેલ્લી ઓવર


પ્રથમ બોલ- 6 રન (મહેન્દ્ર સિંહ ધોની)
બીજો બોલ- વિકેટ (મહેન્દ્ર સિંહ ધોની)
ત્રીજો બોલ- 0 (શાર્દુલ ઠાકુર)
ચોથો બોલ- 1 રન (શાર્દુલ ઠાકુર)
પાંચમો બોલ- 0 રન (રવીન્દ્ર જાડેજા)
છઠ્ઠો બોલ- 0 રન (રવીન્દ્ર જાડેજા)

 યશ દયાલની એ ઓવર જેમાં સતત પાંચ છગ્ગા લાગ્યા

યશ દયાલે જે રીતે બોલિંગ કરી તે પ્રશંસનીય છે. દયાલ છેલ્લી IPL સિઝનમાં ગુજરાત ટાઇટન્સ (GT)નો ભાગ હતો. ત્યારે તેનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. IPL 2023માં દયાલે 5 મેચમાં 11.79ના ઇકોનોમી રેટથી માત્ર બે વિકેટ લીધી હતી. જે બાદ ગુજરાતે તેને રીલીઝ કર્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચમાં રિંકુ સિંહે યશ દયાલને છેલ્લી ઓવરમાં સતત પાંચ સિક્સર ફટકારી હતી.

આ સમાચાર શેર કરો