મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

T20 World Cup / 8 એડિશન, 4 સેમીફાઈનલ; નોકઆઉટ મેચમાં આવું રહ્યું છે ભારતીય ટીમનું પ્રદર્શન

T20 વર્લ્ડ કપ 2024ના 9મા એડિશનનો વિજેતા હવે માત્ર બે જ દિવસમાં મળી જશે. આજે (27 જૂન) પ્રથમ સેમીફ

T20 World Cup / 8 એડિશન, 4 સેમીફાઈનલ; નોકઆઉટ મેચમાં આવું રહ્યું છે ભારતીય ટીમનું પ્રદર્શન

T20 વર્લ્ડ કપ 2024ના 9મા એડિશનનો વિજેતા હવે માત્ર બે જ દિવસમાં મળી જશે. આજે (27 જૂન) પ્રથમ સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાનની વચ્ચે ટક્કર થઈ જતી. જેમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમ માત્ર 59 રન જ બનાવી શકી હતી. જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ સરળતાથી 1 વિકેટના નુકસાને 60 રન બનાવીને જીતી ગઈ. આ સાથે સાઉથ આફ્રિકા પહેલી વખત T20 વર્લ્ડ કપના ફાઈનલમાં પહોંચ્યું છે. 

હવે T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ આજે ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ 5મી વખત T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ રમી રહી છે. આ પહેલા મેન ઈન બ્લુએ 4 વખત સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. ચાલો જાણીએ આ 4 સેમીફાઈનલમાં ભારતીય ટીમનું પ્રદર્શન કેવું રહ્યું છે.

T20 વર્લ્ડ કપ 2007

T20 વર્લ્ડ કપ 2007ની સેમીફાઈનલમાં ભારતીય ટીમનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. મેન ઈન બ્લુએ આ મેચ 15 રનથી જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ નિર્ણાયક મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ટીમનો મુકાબલો પાકિસ્તાન સામે થયો હતો. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 રને હરાવીને પ્રથમ એડિશનમાં ટ્રોફી જીતી હતી.

T20 વર્લ્ડ કપ 2014

T20 વર્લ્ડ કપ 2014ની સેમીફાઈનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું હતું. વિરાટ કોહલી જીતનો હીરો હતો. તેણે 44 બોલમાં 72 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેના સિવાય અજિંક્ય રહાણેએ 32 રન અને રોહિત શર્માએ 24 રન બનાવ્યા હતા. આ મેચમાં રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ લીધી હતી. ફાઈનલમાં ભારતીય ટીમને શ્રીલંકા સામે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

T20 વર્લ્ડ કપ 2016

T20 વર્લ્ડ કપ 2016ની સેમીફાઈનલમાં વેસ્ટ ઇન્ડિઝે ભારતીય ટીમને 7 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 47 બોલમાં 89 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેમના સિવાય રોહિત શર્માએ 43 રન અને અજિંક્ય રહાણેએ 40 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 2 બોલ બાકી રહેતા ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

T20 વર્લ્ડ કપ 2022

T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં ઇંગ્લેન્ડે ભારતીય ટીમને 10 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 40 બોલમાં 50 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 33 બોલમાં 63 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લિશ ટીમે માત્ર 16 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. જોસ બટલરે 49 બોલમાં અણનમ 80 રન અને એલેક્સ હેલ્સે 47 બોલમાં અણનમ 86 રન બનાવ્યા હતા.

આ સમાચાર શેર કરો