Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Team India's big concern before T20 World Cup 2026

ન્યુઝીલેન્ડ સામે મેચ જીત્યા બાદ પણ ટીમ ઈન્ડિયાને સતાવી રહ્યો છે આ ડર, T20 વર્લ્ડ કપમાં ઉભી થઈ શકે છે મુશ્કેલી

Timeછેલ્લું અપડેટ : 22 Jan 2026
લાઇવ ટીવીGoogle News
ન્યુઝીલેન્ડ સામે મેચ જીત્યા બાદ પણ ટીમ ઈન્ડિયાને સતાવી રહ્યો છે આ ડર, T20 વર્લ્ડ કપમાં ઉભી થઈ શકે છે મુશ્કેલી
સોર્સ : GSTV

ન્યુઝીલેન્ડ સામે ODI સિરીઝ 2-1થી ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ પ્રથમ T20Iમાં જોરદાર વાપસી કરી છે. ટીમ ઈન્ડિયાએ બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કરીને 48 રનથી મોટી જીત મેળવી છે. જોકે આ જીત છતાં એક મોટી ખામી સ્પષ્ટ દેખાઈ રહી હતી, જે ટીમ ઈન્ડિયાની તૈયારીઓ પર પ્રશ્નો ઉભા કરે છે. આ ખામી છે ટીમ ઈન્ડિયાની નબળી ફિલ્ડિંગ. જે અંગે પોસ્ટ મેચ પ્રેઝેન્ટેશનમાં  ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ ચર્ચા કરી હતી.

App Store

ભારતે આ મેચમાં 239 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આટલા મોટા ટાર્ગેટનો સામનો કરતી વખતે ન્યુઝીલેન્ડ દબાણમાં હતું, પરંતુ ભારતીય ફિલ્ડર્સની બેદરકારીએ વારંવાર મુલાકાતીઓને રાહત આપી. મેચ દરમિયાન ઘણી સરળ તકો હાથમાંથી નીકળી ગઈ, જે ચિંતાનું કારણ બની.

સરળ કેચ મુશ્કેલ બન્યા

મેચની 11મી ઓવરમાં, માર્ક ચેપમેને જસપ્રીત બુમરાહના બોલ પર સ્ક્વેર લેગ તરફ શોટ રમ્યો. ત્યાં હાજર રિંકુ સિંહ કેચ લેવામાં નિષ્ફળ ગયો, જેનાથી ચેપમેનને જીવનદાન મળ્યું. પછી, 19મી ઓવરમાં, ઈશાન કિશને અર્શદીપ સિંહના બોલ પર મિચેલ સેન્ટનરનો કેચ ડ્રોપ કર્યો. આ બે તકો એવી હતી જે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ ટીમ છોડવા ન માંગે.

સંજુ સેમસને પણ એક તક ગુમાવી

વિકેટકીપર સંજુ સેમસન મેચની શરૂઆતમાં એક શાનદાર કેચ લીધો, પરંતુ બાદમાં ભૂલ કરી. તેણે એક સરળ કેચ છોડી દીધો અને રન-આઉટની તક પણ ચૂકી ગયો. રિંકુ સિંહના સચોટ થ્રો છતાં તે ગ્લેન ફિલિપ્સને રન આઉટ ન કરી શક્યો, જે ટીમને મોટું નુકસાન પહોંચાડી શક્યું હોત. કારણ કે જે રીતે ગ્લેન ફિલિપ્સ વિસ્ફોટક ઈનિંગ રમી રહ્યો હતો તે જોઈને લાગતું હતું કે તે ન્યુઝીલેન્ડને મેચ જીતાડી શકે છે, જોકે આવું થયું નહીં અને તે 40 બોલમાં 78 રન બનાવીને આઉટ થઈ ગયો.

ફિલ્ડિંગ આંકડા ચિંતા ઉભી કરે છે

ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ પ્રદર્શનમાં ઘટાડો ફક્ત એક મેચ પૂરતો મર્યાદિત નથી. એશિયા કપ 2025થી ટીમ ઈન્ડિયાએ 26 કેચ છોડ્યા છે. એક સમયે વિશ્વની શ્રેષ્ઠ ફિલ્ડિંગ ટીમોમાંથી એક માનવામાં આવતી ટીમ ઈન્ડિયાની આ પરિસ્થિતિ હવે ફેન્સઅને નિષ્ણાતો બંનેને ચિંતામાં મૂકી રહી છે.

વર્લ્ડ કપ પહેલા એક ચેતવણી

T20 ક્રિકેટમાં એક નાની ભૂલ પણ આખી મેચબદલી શકે છે. T20 વર્લ્ડ કપ 2026 નજીક આવી રહ્યો છે, ત્યારે આ ફિલ્ડિંગ ભૂલો મોંઘી સાબિત થઈ શકે છે. જો ટીમ ઈન્ડિયા ટાઈટલ માટે મજબૂત દાવેદાર રહેવા માંગે છે, તો તેણે તરત જ તેની ફિલ્ડિંગમાં સુધારો કરવો પડશે.