Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India won first T20I match against New Zealand

IND vs NZ / નાગપુરમાં ભારતનો દબદબો, ન્યુઝીલેન્ડને 48 રનથી હરાવ્યું; બંને ટીમોએ મળીને બનાવ્યો નવો રેકોર્ડ

Timeછેલ્લું અપડેટ : 22 Jan 2026
લાઇવ ટીવીGoogle News
IND vs NZ / નાગપુરમાં ભારતનો દબદબો, ન્યુઝીલેન્ડને 48 રનથી હરાવ્યું; બંને ટીમોએ મળીને બનાવ્યો નવો રેકોર્ડ
સોર્સ : GSTV

ODI સિરીઝની હાર ભૂલીને ટીમ ઈન્ડિયાએ નાગપુરમાં જીત સાથે નવી શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાએ નાગપુરમાં રમાયેલી પ્રથમ T20I મેચમાં ન્યુઝીલેન્ડને 48 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાની જીતનો હીરો ઓપનર અભિષેક શર્મા હતો, જેને 'પ્લેયર ઓફ ધ મેચ' નો એવોર્ડ મળ્યો હતો. તેણે 35 બોલમાં 84 રનની તોફાની ઈનિંગ રમી હતી. તેની શાનદાર ઈનિંગને કારણે ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે 7 વિકેટે 238 રનનો વિશાળ સ્કોર બનાવવામાં સફળ રહી. જવાબમાં, ન્યુઝીલેન્ડ 7 વિકેટ ગુમાવીને માત્ર 190 રન જ બનાવી શક્યું હતું.

App Store

નાગપુરમાં બન્યો મોટો રેકોર્ડ

આ મેચમાં બંને ટીમોએ સંયુક્ત રીતે 428 રન બનાવીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 428 રન ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચેની T20I મેચમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. આ પહેલાનો રેકોર્ડ 420 રનનો હતો, જે 10 ફેબ્રુઆરી, 2019ના રોજ હેમિલ્ટનમાં બન્યો હતો.

આ પહેલા ટોસ હારીને બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ ન્યુઝીલેન્ડના બોલિંગ એટેકને ખૂબ પરેશાન કર્યો હતો. તેણે પોતાની વિસ્ફોટક અડધી સદીથી દર્શકોનું મનોરંજન કર્યું, જેમાં 8 જબરદસ્ત છગ્ગા અને 5 પ્રભાવશાળી ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે, તેને સંજુ સેમસનનો ખાસ ટેકો ન મળ્યો. તે બીજી ઓવરમાં 10 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. લાંબા સમય પછી પાછો ફરેલો ઈશાન કિશન પણ બેટિંગમાં નિષ્ફળ ગયો. કિશન ત્રીજી ઓવરમાં માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો.

અભિષેક અને સૂર્યા વચ્ચે શાનદાર પાર્ટનરશિપ

3 ઓવરમાં 2 મોટી વિકેટ પડ્યા પછી અભિષેકે કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે મળીને ત્રીજી વિકેટ માટે મોટી પાર્ટનરશિપ કરી. બંને બેટ્સમેનોએ 47 બોલમાં 99 રનની ઝડપી પાર્ટનરશિપ કરીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું. જોકે, કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ મેચમાં પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં નહતો, તેણે પવેલિયન પરત ફરતા પહેલા માત્ર 32 રન બનાવ્યા હતા. ઈનિંગની અંતિમ ઓવર્સમાં રિંકુ સિંહે જવાબદારી સંભાળી અને ટીમના સ્કોરને ઝડપથી આગળ વધારવામાં મદદ કરી. રિંકુએ તકનો લાભ ઉઠાવીને માત્ર 20 બોલમાં અણનમ 44 રન બનાવ્યા. 4 ચોગ્ગા અને 3 શાનદાર છગ્ગા સાથેની તેની વિસ્ફોટક ઇનીન્ગે ભારતને 238 રનનો સ્કોર બનાવવામાં મદદ કરી, જે T20Iમાં ન્યુઝીલેન્ડ સામે અત્યાર સુધી તેનો સૌથી મોટો સ્કોર છે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ 5 મેચની T20I સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.