Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Team India won home test series against West Indies

IND vs WI / 7 વિકેટથી દિલ્હી ટેસ્ટ જીત્યું ભારત, 2-0થી પોતાના નામે કરી વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ

Timeછેલ્લું અપડેટ : 14 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND vs WI / 7 વિકેટથી દિલ્હી ટેસ્ટ જીત્યું ભારત, 2-0થી પોતાના નામે કરી વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ
સોર્સ : GSTV

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટના આજે પાંચમા દિવસે ટીમ ઈન્ડિયાએ આ મેચ 7 વિકેટથી જીતી લીધી છે. શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળ, ભારતીય ક્રિકેટ ટીમ તેની પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતી છે. આ સાથે ભારતે વેસ્ટ ઈન્ડિઝને 2-0થી ક્લીન સ્વીપ કર્યું છે. વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા માટે 121 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ભારતે 3 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. કેએલ રાહુલ અડધી સદી ફટકાર્યા બાદ અણનમ રહ્યો હતો.

App Store

આવી રહી બીજી ટેસ્ટ મેચ

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ રમાયેલી બીજી ટેસ્ટમાં શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા દિવસે યશસ્વી જયસ્વાલે સદી (175) પૂર્ણ કરી. સાઈ સુદર્શને 87 અને કેએલ રાહુલે 38 રન બનાવ્યા હતા. બીજા દિવસે શુભમન ગિલે સદી પૂર્ણ કરી, પરંતુ જયસ્વાલ 175 રન બનાવીને રન આઉટ થયો. નીતિશ કુમાર રેડ્ડીએ 43 અને ધ્રુવ જુરેલે 44 રન બનાવ્યા. ભારતે 5 વિકેટના નુકસાને 518 રન પર પોતાની પહેલી ઈનિંગ ડિક્લેર કરી હતી

વેસ્ટ ઈન્ડિઝની ટીમ પોતાની પહેલી ઈનિંગમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જેમાં મુલાકાતીઓ તરફથી એલિક એથનાસ (41) એ સૌથી વધુ રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે 5 વિકેટ લીધી, જ્યારે રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ લીધી હતી. સિરાજ અને બુમરાહે 1-1 વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ ફોલોઓન ટાળવામાં નિષ્ફળ ગયું, અને ગિલે મુલાકાતીઓને ફરીથી બેટિંગ કરવા મજબૂર કર્યા.

એવું લાગતું હતું કે ટેસ્ટના ત્રીજા દિવસે જ ભારત મેચ જીતી જશે, પરંતુ મેચનું પરિણામ પાંચમા દિવસ સુધી લંબાયું, કારણ કે વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગમાં જોન કેમ્પબેલ (115) અને શાઈ હોપ (103) એ સદી ફટકારી. ત્યારબાદ રોસ્ટન ચેઝે 40 અને જસ્ટિન ગ્રીવ્સે અડધી સદી (50) ફટકારી. વેસ્ટ ઈન્ડિઝે બીજી ઈનિંગમાં 390 રન બનાવ્યા અને ભારતને જીત માટે 121 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

આ ટાર્ગેટ ચે કરતા ભારતને શરૂઆતમાં જ ઝટકો લાગ્યો, જ્યારે ટીમે 9 રન પર યશસ્વી જયસ્વાલ (8) ના રૂપમાં પહેલી વિકેટ ગુમાવી. આ બાદ ભારતને છેલ્લા દિવસે જીતવા માટે હજુ 58 રન બનાવવાના હતા. છેલ્લા દિવસના પહેલા સેશનમાં ભારતને સાઈ સુદર્શન (39) અને શુભમન ગિલ (13) ના રૂપમાં વધુ બે ઝટકા લાગ્યા. જ્યારે કેએલ રાહુલે 58 રન પર અણનમ રહીને ટીમને જીત અપાવી.

ગિલની કેપ્ટનશિપ હેઠળ ભારતે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયાની આ પહેલી ટેસ્ટ સિરીઝ જીત છે. ભારતીય ધરતી પર વેસ્ટ ઈન્ડિઝની આ છઠ્ઠી ટેસ્ટ સિરીઝ હાર છે. તમને જાણીને નવાઈ લાગશે કે વેસ્ટ ઈન્ડિઝે 1983-84 પછી ભારતમાં કોઈ ટેસ્ટ સિરીઝ નથી જીતી.