Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Team India will play Test for the first time in Guwahati

IND vs SA / ગુવાહાટીમાં પહેલી વખત ટેસ્ટ રમશે ટીમ ઈન્ડિયા, મેચના સમયમાં પણ થયો ફેરફાર

Timeછેલ્લું અપડેટ : 20 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IND vs SA / ગુવાહાટીમાં પહેલી વખત ટેસ્ટ રમશે ટીમ ઈન્ડિયા, મેચના સમયમાં પણ થયો ફેરફાર
સોર્સ : GSTV

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. જેમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી, ટીમ ઈન્ડિયા કોલકાતામાં રમાયેલી પહેલી  ટેસ્ટ 30 રનથી હારી ગઈ હતી. સિરીઝની બીજી મેચ ટીમ ઈન્ડિયા માટે કરો યા મરો જેવી હશે, આ મેચ 22 નવેમ્બરથી શરૂ થશે. સિરીઝ ડ્રો કરવા માટે ટીમ ઈન્ડિયાએ બીજી મેચ કોઈપણ કિંમતે જીતવી પડશે. આ મેચ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ખાસ વાત એ છે કે, ભારતીય ક્રિકેટ ટીમની આ મેદાન પર આ પહેલી ટેસ્ટ મેચ હશે. જોકે, ટીમ ઈન્ડિયાએ ત્યાં ODI અને T20I મેચ રમી છે.

App Store

ટીમ ઈન્ડિયા 25 વર્ષ પછી સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ ગુમાવવાના ભયનો સામનો કરી રહી છે. અગાઉ, સાઉથ આફ્રિકાએ 1999-2000ના ભારતના પ્રવાસ દરમિયાન ટેસ્ટ સિરીઝ જીતી હતી. તે સમયે ભારત 0-2થી હારી ગયું હતું. આ વખતે, સાઉથ આફ્રિકાને સિરીઝ જીતવા માટે ફક્ત મેચ ડ્રો કરવાની જરૂર છે.

ટીમ ઈન્ડિયા માટે એક મોટી ચિંતા એ છે કે કેપ્ટન શુભમન ગિલ આ મેચનો ભાગ બનશે કે નહીં તે અંગે અસમંજસ છે. તેને પહેલી ટેસ્ટ દરમિયાન ગરદનમાં દુખાવો થયો હતો, જેના કારણે તે આખી મેચ નહતો રમી શક્યો. જો તે આ મેચમાંથી બહાર થઈ જાય છે, તો ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગી શકે છે.

બીજી ટેસ્ટના સમયમાં ફેરફાર

ગુવાહાટી ટેસ્ટનો સમય પણ બદલાઈ ગયો છે. ગુવાહાટી ઉત્તરપૂર્વ ભારતમાં સ્થિત છે, જ્યાં સૂર્યાસ્ત વહેલો થાય છે. તેથી, મેચ સવારે 9:00 વાગ્યે શરૂ થશે. કોલકાતા ટેસ્ટ સવારે 9:30 વાગ્યે શરૂ થઈ હતી. આ સિવાય અન્ય ફેરફાર એ છે કે પહેલી વખત ટેસ્ટ મેચમાં પ્રથમ સેશન બાદ લાંચ બ્રેકને બદલે ટી બ્રેક પડશે અને બીજા સેશન બાદ પડતા ટી બ્રેકના બદલે લાંચ બ્રેક પડશે.