Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Australian bowler's journey from carpenter to cricketer

કારપેન્ટરથી ટેસ્ટ ખેલાડી સુધી... એશિઝમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે ઓસ્ટ્રેલિયન બોલર

Timeછેલ્લું અપડેટ : 18 Nov 2025
લાઇવ ટીવીGoogle News
કારપેન્ટરથી ટેસ્ટ ખેલાડી સુધી... એશિઝમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે ઓસ્ટ્રેલિયન બોલર
સોર્સ : GSTV

ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર બ્રેન્ડન ડોગેટ એક સમયે ક્વીન્સલેન્ડના નાના શહેર ટુવૂમ્બામાં કારપેન્ટર તરીકે કામ કરતો હતો અને આજે 31 વર્ષની ઉંમરે તે 21 નવેમ્બરથી શરૂ થતી એશિઝ સિરીઝમાં ટેસ્ટ ડેબ્યુ કરવાની તૈયારીમાં છે.

App Store

ઓસ્ટ્રેલિયન ટીમમાં ઈજાઓને કારણે સર્જાયેલી ખાલી જગ્યાઓએ ડોગેટ માટે ટેસ્ટ ટીમમાં જોડાવાનો માર્ગ ખોલી દીધો છે. તે શુક્રવારે પર્થમાં ઇનગ્લેન્ડ સામેની પહેલી એશિઝ ટેસ્ટમાં મિચેલ સ્ટાર્ક અને સ્કોટ બોલેન્ડ સાથે ફાસ્ટ બોલિંગ વિભાગમાં સામેલ થઈ શકે છે. એક એવી પેસ ત્રિપુટી જેની ભવિષ્યવાણી કોઈએ નહીં કરી હોય.

ડોગેટ તેની કારકિર્દીથી ખુશ છે

140થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરનાર ડોગેટ તેના સંભવિત ડેબ્યુ વિશે કહે છે કે, "મને ખબર નથી કે તમે ટેસ્ટ ક્રિકેટ માટે કેટલા તૈયાર થઈ શકો છો, પરંતુ છેલ્લા 18-24 મહિના મારી કારકિર્દીના સૌથી સફળ રહ્યા છે. પછી ભલે તે વિકેટની દૃષ્ટિએ હોય કે મારી રમત અને ફિટનેસની બાબતમાં."

ટુવૂમ્બામાં કારપેન્ટર તરીકે કામ કરતી વખતે, ડોગેટ સવારે વહેલા તેની સાઈટ પહોંચતો, ઘરો બનાવતો અને ખાલી સમયમાં ક્રિકેટ રમતો. આજે પણ તેના મિત્રો, જેમની સાથે તે કારપેન્ટર તરીકે કામ કરતો હતો, તેઓ તેને સતત તેના ફોન પર મેસેજ મોકલીને તેની સફળતાની ઉજવણી કરે છે.

ડોગેટે કહ્યું, "હું કાઉન્ટી ક્રિકેટ રમતો હતો અને કારપેન્ટર તરીકે કામ કરતો હતો. તે મારું જીવન હતું. હું રજાઓમાં ટુવૂમ્બા પાછો ફરતો ફરીથી તે કપડા પહેરતો અને ઘરો બનાવતો. મને તે જીવન પસંદ હતું. હવે મને જે મળી રહ્યું છે તે બોનસ છે." જો ડોગેટ એશિઝમાં ડેબ્યુ કરે છે, તો તે સ્કોટ બોલેન્ડ અને જેસન ગિલેસ્પી પછી ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટ રમનાર માત્ર ત્રીજો ઇન્ડિજિનસ ક્રિકેટર (ઓસ્ટ્રેલિયનન આદિવાસી અથવા ટોરેસ સ્ટ્રેટ આઈલેન્ડર) બનશે.

બોલેન્ડ ઈતિહાસ રચશે

બોલેન્ડનું 2021-22 એશિઝમાં ડેબ્યુ ક્રિકેટ ઈતિહાસમાં કોતરાયેલું છે. તેણે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 6/7 ના અવિશ્વસનીય આંકડા સાથે ઈંગ્લેન્ડની ટીમને ધ્વસ્ત કરી હતી. બોલેન્ડે કહ્યું, "ડોગેટનું ટેસ્ટમાં રમવું એ તેના પરિવાર અને અમારા ઇન્ડિજિનસ સમુદાય માટે એક ખાસ ક્ષણ હશે. અમારા સમુદાયમાં AFL અને રગ્બી લીગ કરતાં ક્રિકેટ ઓછું લોકપ્રિય છે. કદાચ અમે તેને બદલવામાં મદદ કરી શકીએ."