મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે કન્કશન નિયમનો ઉપયોગ કર્યો, જાણો શું છે આ નિયમ?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની ચોથી મેચ પુણેમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 15 રનથી જી

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે કન્કશન નિયમનો ઉપયોગ કર્યો, જાણો શું છે આ નિયમ?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની ચોથી મેચ પુણેમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 15 રનથી જીતી હોવા છતાં તેના એક નિર્ણયે આ મેચને સંપૂર્ણપણે વિવાદમાં મૂકી દીધી છે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં ICCના કન્કશન નિયમનો ઉપયોગ કર્યો હતો. જે અંતર્ગત ભારતીય ટીમે બીજી ઇનિંગમાં શિવમ દુબેની જગ્યાએ હર્ષિત રાણાને અવેજી ખેલાડી તરીકે મેદાનમાં ઉતાર્યો. આ નિર્ણય પછી ઇંગ્લેન્ડની ટીમ અને તેના ચાહકો ખુશ ન દેખાયા. આવી સ્થિતિમાં જાણો  આ કન્કશનનો નિયમ શું છે.

કન્કશનનો નિયમ શું છે?

ક્રિકેટની રમતમાં ICC દ્વારા ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. જેના પગલે આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન કરવામાં આવે છે. આ નિયમોમાંથી એક કન્કશનનો નિયમ છે. આ નિયમ હેઠળ જો કોઈ ખેલાડી મેચ દરમિયાન માથા અને ગરદન વચ્ચે ક્યાંય પણ ઈજાગ્રસ્ત થાય છે, તો આ નિયમનો ઉપયોગ કરીને ટીમ મેચની મધ્યમાં પ્લેઇંગ 11માં બીજા ખેલાડીનો સમાવેશ કરી શકે છે. જોકે, ICC T20I પ્લેઇંગ ઈન્ટરનેશનલ ખેલાડીની શરતો અનુસાર, કલમ 1.2.7.3 અનુસાર, ICC મેચ રેફરીએ લાઇફ ટૂ લાઈક કન્કશન રિપ્લેસમેન્ટ વિનંતી સ્વીકારવી જોઈએ. જો સબસ્ટિટ્યુટ એ જ ખેલાડી છે, જેનો સમાવેશ થવાથી મેચના બાકીના ભાગમાં તેની ટીમને વધું ફાયદો થશે નહીં. 

જ્યારે ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાએ લાઇક ટૂ લાઇક કન્કશન રિપ્લેસમેન્ટનો ઉપયોગ ન હતો કર્યો. જે બાદ ચર્ચા શરૂ થઈ કે શું હર્ષિત રાણા શિવમ દુબે માટે અનુકૂળ રિપ્લેસમેન્ટ છે. આ નિયમની પેટા-ધારા 1.2.7.4 અને 1.2.7.5 એ પણ જણાવે છે કે મેચ રેફરીએ ધ્યાનમાં લેવું જોઈએ કે પ્લેઇંગ 11માં કોન્કશન સબસ્ટિટ્યુટ તરીકે સામેલ ખેલાડી એ જ ખેલાડી હોવો જોઈએ. એવું નથી કે બોલરની જગ્યાએ બેટ્સમેનને અને બેટ્સમેનની જગ્યાએ બોલરને પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવે અને મેચના બાકીના સમય દરમિયાન કન્કશનવાળા ખેલાડીના કારણે ટીમને ફાયદો થઈ જાય.

શું શિવમ દુબે અને હર્ષિત રાણા એક જ જેવા ખેલાડી છે?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટી20 મેચ પછી ઉભા થયેલા નવા વિવાદ પર એક નજર નાખતા, સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું શિવમ દુબે અને હર્ષિત રાણા એક જ ખેલાડી છે. આવી સ્થિતિમાં જવાબ સ્પષ્ટપણે ના છે. શિવમ દુબેએ ટીમ ઈન્ડિયા માટે 34 ટી20 મેચ રમી છે, પરંતુ તેણે ફક્ત 23 ઇનિંગ્સમાં બોલિંગ કરી છે. આ 23 ઇનિંગ્સમાં તેણે ફક્ત બે વાર જ 4 ઓવરનો પોતાનો ક્વોટા પૂર્ણ કર્યો છે. જ્યારે હર્ષિત રાણાએ ચોથી T20 મેચમાં ઈંગ્લેન્ડ સામે પૂરા 4 ઓવર બોલિંગ કરી અને ત્રણ મહત્વપૂર્ણ વિકેટ લીધી. બીજી બાજુ જો શિવમ દુબે બીજી ઇનિંગમાં મેદાન પર હોત, તો કેપ્ટન સૂર્યા ભાગ્યે જ તેને બોલિંગ કરાવત. એકંદરે આ મુદ્દા પર ઇંગ્લેન્ડના કેપ્ટન અને તેમની ટીમનો વિરોધ સાચો છે.

સમયરેખા પરથી સમગ્ર મામલો સમજો

શિવમ દુબેનો પ્લેઇંગ 11માં સમાવેશ કરવામાં આવ્યો હતો.
મેચની પહેલી ઇનિંગમાં શિવમ દુબે બેટિંગ કરવા આવ્યો હતો.
આ મેચમાં શિવમ દુબેએ 34 બોલમાં 53 રનની ઇનિંગ રમી હતી.
ઇનિંગની છેલ્લી ઓવરમાં શિવમ દુબેને માથામાં ઈજા થઈ હતી.
મેચની બીજી ઇનિંગમાં દુબે મેદાન પર આવ્યો ન હતો
બીજી ઇનિંગની બે ઓવર પછી હર્ષિત રાણાને કહેવામાં આવ્યું કે તે કોન્કશન સબસ્ટિટ્યુટ તરીકે પ્લેઇંગ 11માં જોડાશે.
ઇનિંગની 12મી ઓવરમાં હર્ષિત રાણા બોલિંગ કરવા આવ્યો.
હર્ષિત રાણાએ 4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર સમગ્ર મામલાથી નિરાશ દેખાયા અને તેમણે વિરોધ કર્યો.

આ સમાચાર શેર કરો