મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન નહીં જાય ભારત!,દૂબઇ અથવા શ્રીલંકામાં મેચ રમાડવા માંગ

ભારતીય ક્રિકેટ ટીમના 2025 ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાની કોઇ શક્યતા નથી. BCCI ICCને

ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન નહીં જાય ભારત!,દૂબઇ અથવા શ્રીલંકામાં મેચ રમાડવા માંગ

ભારતીય ક્રિકેટ ટીમના 2025 ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાની કોઇ શક્યતા નથી. BCCI ICCને દૂબઇ અથવા શ્રીલંકામાં મેચનું આયોજન કરવા માટે કહેશે. 

આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન આવતા વર્ષે યોજાશે પરંતુ તેના માટે તૈયારી અત્યારથી જ શરૂ થઇ ગઇ છે. PCB તરફથી ICCને એક ડ્રાફ્ટ કાર્યક્રમ સોપવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી આ નક્કી નથી કે ભારત આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જશે કે નહીં. 

ભારત અને પાકિસ્તાન ગ્રુપમાં

ચેમ્પિયન્સ ટ્રોફી માટે કૂલ આઠ ટીમોએ ક્વોલિફાય કર્યુ છે જેમાં ભારત અને પાકિસ્તાન સિવાય બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની ટીમ સામેલ છે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આ સિવાય આ ગ્રુપમાં બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની ટીમ સામેલ છે. બાકી ચાર ટીમ બીજા ગ્રુપમાં છે. PCB તરફથી જણાવવામાં આવ્યું કે આ વખતની ચેમ્પિયન્સ ટ્રોફીના તમામ મેચ ત્રણ સ્ટેડિયમમાં રમાશે જેમાં લાહોર, કરાચી અને રાવલપિંડીને સામેલ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો