મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs NZ / રચિન રવિન્દ્રની સદીના કારણે બેકફૂટ પર ટીમ ઈન્ડિયા, ભારતીય બોલરોની હાલત ખરાબ

રચિન રવિન્દ્ર પ્રથમ દાવમાં ભારત સામે દિવાલ બની ગયો છે. તેણે બેંગલુરુ ટેસ્ટ મેચમાં સદી ફટકારીને ટીમ ઈ

IND vs NZ / રચિન રવિન્દ્રની સદીના કારણે બેકફૂટ પર ટીમ ઈન્ડિયા, ભારતીય બોલરોની હાલત ખરાબ

રચિન રવિન્દ્ર પ્રથમ દાવમાં ભારત સામે દિવાલ બની ગયો છે. તેણે બેંગલુરુ ટેસ્ટ મેચમાં સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને બેકફૂટ પર મોકલી દીધી છે. આ તેની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી છે. રવિન્દ્રએ 124 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, આ દરમિયાન તેણે 11 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા હતા. તે હવે ન્યુઝીલેન્ડ ક્રિકેટ ઈતિહાસમાં ભારતીય ધરતી પર સદી ફટકારનાર 21મો ખેલાડી બની ગયો છે.

ત્રીજા દિવસે રચિન રવિન્દ્રએ 34 બોલમાં 22 રન સાથે પોતાની ઈનિંગ શરૂ કરી હતી. એક છેડેથી વિકેટો પડતી રહી, પણ રવિન્દ્ર બીજા છેડે અડગ રહ્યો. ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, મેટ હેનરી અને ટોમ બ્લંડેલે પણ બેંગલુરુ ટેસ્ટના પ્રારંભિક સેશનમાં તેમની વિકેટ ગુમાવી હતી. આ દરમિયાન રવિન્દ્રને ટિમ સાઉદીનો સાથ મળ્યો, ત્રીજા દિવસે લંચ ટાઈમ સુધી તેણે 49 રન બનાવ્યા હતા અને રવિન્દ્ર સાથે તેની 122 રનની પાર્ટનરશિપ થઈ હતી.

12 વર્ષ પછી સદી આવી

રચિન રવિન્દ્ર 2012 પછી ભારતમાં ટેસ્ટ સદી ફટકારનાર ન્યુઝીલેન્ડનો પ્રથમ બેટ્સમેન પણ છે. 2012માં, રોસ ટેલરે 113 રનની ઈનિંગ રમી હતી અને યોગાનુયોગ એ મેચ પણ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. રવિન્દ્રને આ મેદાન સાથે ખાસ લગાવ છે કારણ કે 2023 ODI ક્રિકેટ વર્લ્ડ કપમાં તેણે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જ પાકિસ્તાન સામે 108 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

તેણે વર્ષ 2021માં કાનપુરમાં ભારત સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. અત્યાર સુધી તેણે તેની ટૂંકી ટેસ્ટ કારકિર્દીની 19 ઈનિંગ્સમાં 2 સદી ફટકારી છે. તેની પ્રથમ સદી આ વર્ષે ફેબ્રુઆરીમાં સાઉથ આફ્રિકા સામે આવી હતી, જ્યારે તેણે 240 રન ફટકારીને શાનદાર બેવડી સદી ફટકારી હતી. રવિન્દ્રએ તેની ટેસ્ટ કારકિર્દીમાં અત્યાર સુધી 700થી વધુ રન બનાવવા ઉપરાંત 10 વિકેટ પણ લીધી છે.

આ સમાચાર શેર કરો