મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને કોહલીના પર્થ ટેસ્ટ સદીની કરી પ્રશંસા, ટીમ ઇન્ડિયાએ કરી મુલાકાત

ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. બન્ને દેશ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને કોહલીના પર્થ ટેસ્ટ સદીની કરી પ્રશંસા, ટીમ ઇન્ડિયાએ કરી મુલાકાત

ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. બન્ને દેશ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની પ્રથમ મેચ પર્થમાં રમાઇ હતી. બીજી મેચ 6 ડિસેમ્બરથી રમાશે. આ પહેલા બન્ને ટીમ પિંક બોલ ટેસ્ટની તૈયારી કરશે. ભારતીય ખેલાડી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝને મળ્યા હતા. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને વિરાટ કોહલીની પ્રશંસા કરી હતી. ઓસ્ટ્રેલિયાના PMએ વિરાટ કોહલીએ પર્થમાં ફટકારેલી સદીની પ્રશંસા કરી હતી.

ઓસ્ટ્રેલિયાના PMને મળ્યા ટીમ ઇન્ડિયાના ખેલાડી

અવાર નવાર જ્યારે ભારતીય ટીમ વિદેશના પ્રવાસે જાય છે ત્યારે ત્યાના હાઇકમિશન અથવા સરકાર સાથે જોડાયેલા લોકોને મળે છે. આવખતે ભારતીય ખેલાડી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને મળ્યા હતા. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બાનીઝે ભારતીય ખેલાડીઓની પ્રશંસા કરી હતી અને વાતચીત કરી હતી. આ વાતચીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં PM એન્થોની અલ્બાનીઝ ભારતીય પેસર જસપ્રિત બુમરાહ, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને અન્ય ખેલાડીઓને મળી રહ્યાં છે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને કોહલીની કરી પ્રશંસા

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બાનીઝ વિરાટ કોહલીને મળ્યા તો તેની સાથે હાથ મીલાવ્યો હતો અને વાત કરી હતી. ઓસ્ટ્રેલિયાના PMએ કહ્યું, "પર્થમાં તમે સારી સદી ફટકારી, આ શાનદાર હતી.' વિરાટ કોહલીએ કહ્યું કે તમે તેમાં મસાલો લગાવી રહ્યાં છો. વિરાટ કોહલીએ પર્થમાં પોતાની ટેસ્ટ કરિયરની 30મી સદી ફટકારી હતી અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ 81મી સદી હતી.

આ સમાચાર શેર કરો