Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Team India lost to Kuwait and UAE in one day

એક જ દિવસમાં ભારતીય ટીમે કરવો પડ્યો બે અપસેટનો સામનો, કુવૈત અને યુએઈ સામે મળી હાર

Timeછેલ્લું અપડેટ : 08 Nov 2025
લાઇવ ટીવીGoogle News
એક જ દિવસમાં ભારતીય ટીમે કરવો પડ્યો બે અપસેટનો સામનો, કુવૈત અને યુએઈ સામે મળી હાર
સોર્સ : GSTV

દિનેશ કાર્તિકના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમને હોંગકોંગ સિક્સીસ ટુર્નામેન્ટમાં અપસેટનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનને હરાવ્યા બાદ, ભારતીય ટીમ શનિવારે કુવૈત સામે હારી ગઈ. આ પછી ભારતને યુએઈ સામે પણ હારનો સામનો કરવો પડ્યો.

App Store

યુએઈએ ભારતને ચાર વિકેટથી હરાવ્યું હતું, જ્યારે કુવૈતે ભારતીય ટીમને 27 રનથી હરાવી હતી. અગાઉ, ભારતે પાકિસ્તાનને હરાવીને ટુર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી હતી. આ જીત DLSના નિયમનો ઉપયોગ કરીને મળી હતી.

કુવૈત સામે હારનો સામનો કરવો પડ્યો

કુવૈતે પહેલા બેટિંગ કરતા 106 રનનો મોટો સ્કોર ઉભો કર્યો હતો. કેપ્ટન યાસીન પટેલે 14 બોલમાં અણનમ 58 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા હતા. બિલાલ તાહિરે 9 બોલમાં 25 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.

આ કુલ સ્કોરનો સામનો કરતા, ભારતીય ટીમ 5.4 ઓવરમાં ફક્ત 79 રન જ બનાવી શકી અને ઓલઆઉટ થઈ ગઈ. ટીમ ઈન્ડિયા માટે અભિમન્યુ મિથુને 9 બોલમાં 26 રન બનાવ્યા. જ્યારે શાહબાઝ નદીમે 8 બોલમાં 19 રન બનાવ્યા.

યુએઈ સામે પણ નિષ્ફળ

ભારતીય ટીમને યુએઈ સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતીય બોલર્સે નિરાશ કર્યા હતા. પહેલા બેટિંગ કરતા ભારતે 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા. જ્યારે યુએઈએ 2 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ ચેઝ કરી લીધો. ભારત માટે અભિમન્યુ મિથુને 16 બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ 50 રન બનાવ્યા હતા.

દિનેશ કાર્તિકે 14 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 42 રન બનાવ્યા હતા. યુએઈ માટે કેપ્ટન ખાલિદ શાહે 14 બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. જ્યારે મોહમ્મદ અરફાને પાંચ બોલમાં અણનમ 20 રન બનાવીને ટીમને જીત અપાવી હતી.