મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Women's T20 WC 2024 / ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મળ્યું સરપ્રાઈઝ, ભાવુક થઈ ગઈ સ્મૃતિ મંધાના

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરવા જઈ રહી છે. આજે (

Women's T20 WC 2024 / ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મળ્યું સરપ્રાઈઝ, ભાવુક થઈ ગઈ સ્મૃતિ મંધાના

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરવા જઈ રહી છે. આજે ( 4 ઓકટોબર) ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ ન્યુઝીલેન્ડ સામે છે. આ પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમને એક સરપ્રાઈઝ મળ્યું છે. ઈન્ડિયન ક્રિકેટ ટીમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ભારતીય મહિલા ક્રિકેટર્સના પરિવારના સભ્યો ખાસ મેસેજ આપતા જોવા મળે છે. ખેલાડીઓના પરિવારજનોએ તેમની પુત્રીઓને ખાસ શુભેચ્છાઓ મોકલી હતી, તેઓએ ભારતીય ટીમને વિશ્વ કપ ઘરે લાવવા માટે પ્રેરણા આપી હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સ્મૃતિ મંધાના ભાવુક થઈ ગઈ

આ વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતીય ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના પોતાના પરિવારનો વીડિયો જોઈને ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. તેના માતા-પિતા અને ભાઈએ તેને શુભેચ્છા પાઠવી હતી અને તેના ભાઈએ મજાકમાં T20 વર્લ્ડ કપ દરમિયાન પ્રેશરને હેન્ડલ કરવા માટેની ટિપ્સ આપી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર પણ તેના પરિવાર તરફથી મળેલો મેસેજ જોઈને ખૂબ ખુશ દેખાતી હતી, તેની માતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે હરમનપ્રીત તેની ટીમનું સારી રીતે નેતૃત્વ કરશે અને ટ્રોફી સાથે ભારત પરત ફરશે.

કોચની પત્નીએ પણ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા 

કોચ અમોલ મજુમદારના પરિવારે પણ તેમનો પ્રેમ અને શુભેચ્છાઓ મોકલી હતી. તેની પત્નીએ કહ્યું, "તમે બધાએ આ વર્લ્ડ કપ માટે ખૂબ જ મહેનત કરી છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારી મહેનત ચોક્કસપણે સફળ થાય." દરમિયાન, મજુમદારની પુત્રીએ તેના પિતા અને કોચિંગ સ્ટાફના વખાણ કરતા કહ્યું, "મારા પિતા અને ટીમને મેદાન પર જોઈને અમને ગર્વની લાગણી થાય છે. તેઓ હંમેશા શાંત રહે છે, પછી ભલે ગમે તે પરિસ્થિતિ હોય."

પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે

ભારતીય મહિલા ટીમ તેની પ્રથમ મેચ 4 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ સામે રમશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. ટીમને ગ્રુપ Aમાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકાની સાથે રાખવામાં આવી છે.

ભારતની ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ, યાસ્તિકા ભાટિયા, પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, સજના સજીવન.

આ સમાચાર શેર કરો