Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Team India completes hat-trick of wins in Asia Cup 2025

Asia Cup 2025 / ટીમ ઈન્ડિયાએ લગાવી જીતની હેટ્રિક, છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચમાં ઓમાનને હરાવ્યું

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Asia Cup 2025 / ટીમ ઈન્ડિયાએ લગાવી જીતની હેટ્રિક, છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચમાં ઓમાનને હરાવ્યું
સોર્સ : Google

એશિયા કપ 2025ની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચમાં ભારતે ઓમાનને 21 રનથી હરાવ્યું. પહેલા બેટિંગ કરતા ભારતે 188 રન બનાવ્યા અને ઓમાન માટે 189 રનનો ટાર્ગેટ રાખ્યો. જવાબમાં, ઓમાનના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે છેલ્લી ઓવર સુધી બેટિંગ કરી, પરંતુ 4 વિકેટ ગુમાવીને માત્ર 167 રન જ બનાવી શક્યા. ઓમાન માટે આમિર કલીમ અને હમ્માદ મિર્ઝાએ અડધી સદી ફટકારી. આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની આ સતત ત્રીજી જીત છે. ભારત આ એશિયા કપમાં અત્યાર સુધી એક પણ મેચ નથી હાર્યું.

App Store

ભારત માટે સંજુ સેમસને અડધી સદી ફટકારી

ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ઓમાન સામેની મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારત માટે અભિષેક શર્મા અને શુભમન ગિલે ઈનિંગની શરૂઆત કરી, પરંતુ ગિલ 8 બોલમાં માત્ર 5 રન બનાવીને આઉટ થયો. આ પછી સંજુ સેમસન અને અભિષેક વચ્ચે બીજી વિકેટ માટે 66 રનની પાર્ટનરશિપ થઈ. અભિષેકે પણ આ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી, તેણે આઉટ થતા પહેલા 15 બોલમાં 38 રન બનાવ્યા હતા. ત્યારબાદ, અક્ષર પટેલ (26) અને તિલક વર્મા (29) બંને બેટ્સમેને સારી શરૂઆત કરી હતી પરંતુ તેને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. સંજુ સેમસન આ મેચમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો, તેણે 45 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. ઓમાનની બોલિંગની વાત કરીએ તો, શાહ ફૈઝલ, જીતેન રામાનંદી અને આમિર કલીમે 2-2 વિકેટ લીધી હતી.

ઓમાન તરફથી આમિર કલીમ અને હમ્માદ મિર્ઝાએ શાનદાર બેટિંગ કરી

189 રનનો ટાર્ગેટ ચેઝ કરતા, ઓમાનને સારી શરૂઆત મળી. જતિન્દર સિંહ અને આમિર કલીમે પ્રથમ વિકેટ માટે 56 રનની પાર્ટનરશિપ કરી હતી. જતિન્દર સિંહને કુલદીપ યાદવે 33 બોલમાં 32 રન પર આઉટ કર્યો હતો. ત્યારબાદ હમ્માદ મિર્ઝા ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો અને આમિર કલીમને સારો સાથ આપ્યો. બંનેએ બીજી વિકેટ માટે 93 રનની પાર્ટનરશિપ કરી. ભારતને બીજી સફળતા 18મી ઓવરમાં મળી. હર્ષિતે આ ઓવરમાં આમિર કલીમને આઉટ કર્યો. તેણે 46 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 64 રન બનાવ્યા હતા. હમ્માદ મિર્ઝા 33 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો. ભારત તરફથી હર્ષિત, અર્શદીપ, કુલદીપ અને હાર્દિકે 1-1 વિકેટ લીધી હતી.