મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs NZ / ન્યુઝીલેન્ડ સામે 156માં રન સમેટાઈ ટીમ ઈન્ડિયા, ફરી એકવાર ફ્લોપ રહ્યા કોહલી અને રોહિત

પુણે ટેસ્ટમાં ભારતની પ્રથમ ઈનિંગ 156 રનમાં સમેટાઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગના આધારે 103 રનની લી

IND vs NZ / ન્યુઝીલેન્ડ સામે 156માં રન સમેટાઈ ટીમ ઈન્ડિયા, ફરી એકવાર ફ્લોપ રહ્યા કોહલી અને રોહિત

પુણે ટેસ્ટમાં ભારતની પ્રથમ ઈનિંગ 156 રનમાં સમેટાઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગના આધારે 103 રનની લીડ મળી છે. ભારતીય બેટ્સમેનો કિવી સ્પિનરો સામે ટકીન શક્યા. ખાસ કરીને ટીમ ઈન્ડિયાના બેટ્સમેન પાસે મિચેલ સેન્ટનરના બોલનો કોઈ જવાબ નહોતો. મિચેલ સેન્ટનરે 7 ભારતીય બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા.

ટીમ માટે સૌથી વધુ સ્કોર મિડલ ઓર્ડર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ કર્યો હતો. જેણે 7મા સ્થાને બેટિંગ કરતી વખતે 46 બોલમાં 38 રનની સૌથી વધુ ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. 

ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં કેપ્ટન રોહિત શર્મા અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તેઓ અનુક્રમે શૂન્ય અને એક રન જ બનાવી શક્યા હતા. મિચેલ સેન્ટનરે ન્યુઝીલેન્ડ માટે પ્રથમ ઈનિંગમાં સૌથી વધુ 7 વિકેટો ઝડપી હતી. તેના સિવાય ગ્લેન ફિલિપ્સ 2 અને સાઉથી 1 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. ન્યુઝીલેન્ડ ટીમને પ્રથમ ઈનિંગના આધારે 103 રનની લીડ મળી છે.

આ સમાચાર શેર કરો