Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Team India arrived in Ahmedabad for first test against West Indies

VIDEO / હોમ સિરીઝ માટે અમદાવાદ પહોંચી ટીમ ઈન્ડિયા, એશિયાના ચેમ્પિયન્સનું ઉષ્માભેર સ્વાગત કરાયું

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO / હોમ સિરીઝ માટે અમદાવાદ પહોંચી ટીમ ઈન્ડિયા, એશિયાના ચેમ્પિયન્સનું ઉષ્માભેર સ્વાગત કરાયું
સોર્સ : GSTV

એશિયા કપ વિજેતા ભારતીય ટીમનું આજે સવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફેન્સની ભીડે તિરંગા લહેરાવી અને ભારતીય ટીમના નારા લગાવી ખેલાડીઓને વધાવી લીધા હતા.

App Store

ટીમના ખેલાડી અને સપોર્ટ સ્ટાફ એરપોર્ટમાંથી બહાર નીકળતા જ ફેન્સે તેમની ઝલક મેળવવા માટે ઉત્સાહભેર જમાવટ કરી હતી અને ટીમની શાનદાર જીતની ખુશી વ્યક્ત કરી હતી.

વેસ્ટ ઈન્ડિઝ સામે સિરીઝની તૈયારીઓ

એશિયા કપમાં વિજય મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ માટે તૈયાર છે. આ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 2 ઓક્ટોબરથી મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, અને મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉમટી પડવાની અપેક્ષા છે.

અધિકારીઓએ જણાવ્યું કે સ્ટેડિયમની આસપાસ સુરક્ષાની સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશન્સ પણ ટૂંક સમયમાં શરૂ થશે. ક્રિકેટ પ્રેમીઓ માટે એશિયા કપના વિજયની ઉજવણી અને ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય સિરિઝ જોવાનો મોકો મળવાથી તહેવાર જેવો માહોલ સર્જાયો છે.