Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Suryakumar Yadav explains India's strategy after defeat in 4th T20I

IND vs NZ / 'અમે ઈરાદાપૂર્વક ફક્ત...', ચોથી T20I હાર્યા બાદ કેપ્ટન સૂર્યાએ જણાવી ટીમની રણનીતિ અને ક્યાં થઈ ભૂલ

Timeછેલ્લું અપડેટ : 29 Jan 2026
લાઇવ ટીવીGoogle News
IND vs NZ / 'અમે ઈરાદાપૂર્વક ફક્ત...', ચોથી T20I હાર્યા બાદ કેપ્ટન સૂર્યાએ જણાવી ટીમની રણનીતિ અને ક્યાં થઈ ભૂલ
સોર્સ : GSTV

વિશાખાપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચોથી T20Iમાં ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડ સામે 50 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ હવે ભારત ન્યુઝીલેન્ડની ક્લીન સ્વીપ નહીં કરી શકે. આ મેચમાં પહેલા બેટિંગ કરતા કિવિઝે 215 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતી, ભારત આટલો મોટો ટાર્ગેટ ચેઝ કરવામાં નિષ્ફળ રહ્યું હતું.

App Store

રન ચેઝ દરમિયાન ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર અભિષેક શર્મા ઈનિંગની પહેલી જ બોલ પર ખાતું ખોલ્યા વિના પવેલિયન પરત ફર્યો, જે ટીમ માટે મોટો ઝટકો હતો. ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલો કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ મોટી ઈનિંગ ન રમી શક્યો. આ બાદ એક પછી એક વિકેટ પડતી રહી. જોકે રિંકુ સિંહ અને શિવમ દુબેએ વચ્ચેની ઓવર્સમાં બેટથી તાકાત બતાવી, પરંતુ કિવિ બોલર્સ વધુ ભાગ્યશાળી રહ્યા. દુબેની વિસ્ફોટક બેટિંગે એક સમયે ભારતીય કેમ્પમાં આશાઓ જગાવી હતી, પરંતુ તેને બીજા છેડેથી કોઈ ટેકો ન મળ્યો. જેના કારણે ભારત ટાર્ગેટથી ઘણું દૂર થી ગયું.

સૂર્યાએ ટીમની રણનીતિ અને હારના કારણો જણાવ્યા

મેચ પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવે હાર વિશે ખુલી વાત કરી. તેણે સ્વીકાર્યું કે ફક્ત છ બેટ્સમેન સાથે ઉતરવાનો નિર્ણય ઈરાદાપૂર્વક અને પડકારજનક હતો. સૂર્યકુમારના મતે ટીમ મેનેજમેન્ટનો હેતુ T20 વર્લ્ડ કપ 2026 પર નજર રાખીને બેટિંગ યુનિટનું પરીક્ષણ કરવાનો હતો.

પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં સૂર્યકુમાર યાદવે કહ્યું, "અમે આજે ઈરાદાપૂર્વક ફક્ત છ બેટ્સમેન સાથે રમવાનું નક્કી કર્યું. અમે પાંચ બોલર્સ સાથે રમવા માંગીએ છીએ અને પોતાને પડકારવા માંગીએ છીએ. અમે જોવા માંગતા હતા કે જો 180 કે 200 રન ચેઝ કરતી વખતે અમે બે કે ત્રણ વિકેટ વહેલી ગુમાવીએ તો ટીમ કેવું પ્રદર્શન કરશે. અમારું ધ્યાન ફક્ત તે ખેલાડીઓને રમાડવા પર હતું જે T20 વર્લ્ડ કપ 2026 ટીમનો ભાગ છે."

દુબેને બીજા છેડેથી ટેકો ન મળ્યો

હારનું વિશ્લેષણ કરતા સૂર્યકુમારે સ્વીકાર્યું કે જો એક બેટ્સમેન દુબે સાથે ટક્યો હોત, તો મેચનું પરિણામ અલગ હોત. ઝાકળનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું કે પરિસ્થિતિઓ બેટિંગ માટે અનુકૂળ હતી, પરંતુ ટીમ તેનો લાભ લેવામાં નિષ્ફળ રહી. સૂર્યકુમારે વધુમાં કહ્યું કે દુબે સાથેની બે પાર્ટનરશિપ મોટો ફરક લાવી શકી હોત. "અમે 50 રનથી હારી ગયા, પરંતુ આવા રન ચેઝમાં એક કે બે પાર્ટનરશિપ મેચનું પાસુ ફેરવી શકે છે."