Video / સુરેશ રૈનાએ અમેરિકામાં કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, માત્ર 28 બોલમાં બનાવ્યા આટલા રન
સુરેશ રૈનાએ ઈન્ટરનેશનલ ક્રિકેટ છોડી દીધું છે. પરંતુ, તે કેટલીક ક્રિકેટ લીગમાં રમતો જોવા મળે છે. હાલ

સુરેશ રૈનાએ ઈન્ટરનેશનલ ક્રિકેટ છોડી દીધું છે. પરંતુ, તે કેટલીક ક્રિકેટ લીગમાં રમતો જોવા મળે છે. હાલમાં તે અમેરિકામાં T10 લીગ રમી રહ્યો છે. સુરેશ રૈના અમેરિકામાં શરૂ થયેલી નેશનલ ક્રિકેટ લીગ T10માં ન્યૂયોર્ક લાયન્સ ટીમનો ભાગ છે. તે આ ટીમનો કેપ્ટન છે. 5 ઓક્ટોબરે, સુરેશ રૈનાની કેપ્ટનશિપ હેઠળની ટીમ ન્યૂયોર્ક લાયન્સે ટિમ ડેવિડની કેપ્ટનશિપ હેઠળની ટીમ લોસ એન્જલસ વેબ્સનો સામનો કર્યો હતો. 10 ઓવરની આ મેચમાં સુરેશ રૈનાએ શાનદાર ઈનિંગ રમી અને ટીમને જીત સુધી પહોંચાડી હતી.
મેચમાં ન્યૂયોર્ક લાયન્સે પ્રથમ બેટિંગ કરીને 10 ઓવરમાં 2 વિકેટે 126 રન બનાવ્યા હતા. ન્યૂયોર્ક લાયન્સ માટે 10 ઓવરમાં આટલા મોટા સ્કોર સુધી પહોંચવું આસાન ન હોત જો તેના કેપ્ટન સુરેશ રૈનાએ મોટા શોટ ન રમ્યા હોત અને રન ન બનાવ્યા હોત.
સુરેશ રૈનાએ અડધી સદી ફટકારી
ન્યૂયોર્ક લાયન્સની પ્રથમ વિકેટ માત્ર 4 રનમાં પડી ગઈ હતી. પરંતુ, ત્યારબાદ સુરેશ રૈનાએ ઉપલ થરંગા સાથે મળીને બીજી વિકેટ માટે 89 રનની મોટી પાર્ટનરશિપ કરી હતી. થરંગાના આઉટ થવાને કારણે આ પાર્ટનરશિપ તૂટી ગઈ હતી, થરંગાએ 23 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા. થરંગાના આઉટ થયા બાદ બેન કટિંગ કેપ્ટન રૈનાને સપોર્ટ કરવા આવ્યો હતો. કટિંગ સાથેની તેની અણનમ પાર્ટનરશિપ દરમિયાન જ રૈનાએ તેની અડધી સદી પૂરી કરી હતી.
28 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા
સુરેશ રૈનાએ માત્ર 28 બોલનો સામનો કરીને અણનમ 53 રન બનાવ્યા હતા. તેની ઈનિંગમાં 3 છગ્ગા અને 6 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેણે સૌથી અનુભવી બોલર શાકિબ અલ હસનની 1 ઓવરમાં 16 રન બનાવ્યા હતા, જેમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગો સામેલ છે. રૈનાએ ટોડ એસ્ટલ સામે પણ છગ્ગો ફટકાર્યો હતો.
રૈનાની ટીમે મેચ જીતી
સુરેશ રૈનાની અણનમ 53 રનની ઈનિંગની મદદથી તેની ટીમ લોસ એન્જલસ વેબ્સને 127 રનનો ટાર્ગેટ આપવામાં સફળ રહી હતી. આટલા મોટા ટાર્ગેટનો પીછો કરવા આવેલી લોસ એન્જલસ વેબ્સની ટીમ 10 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 107 રન જ બનાવી શકી અને 19 રનથી મેચ હારી ગઈ હતી.








