મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

SRH Vs DC : હૈદરાબાદે IPLના ઈતિહાસમાં સૌથી હાઈએસ્ટ પાવરપ્લેમાં રન ફટકાર્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં શનિવારે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મે

SRH Vs DC : હૈદરાબાદે IPLના ઈતિહાસમાં સૌથી હાઈએસ્ટ પાવરપ્લેમાં રન ફટકાર્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં શનિવારે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મુકાબલો ખેલાઈ રહ્યો છે. જેમાં દિલ્હીએ ટોસ જીતીને હૈદરાબાદને બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદે 6 ઓવરમાં 125 રન બનાવ્યા છે.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદના ખેલાડીઓ પ્રથમ ઓવરથી જ તાબડતોબ શરૂઆત કરી હતી. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે પાવરપ્લેમાં 125 રન ફટકાર્યા હતા. આ સાથે આઈપીએલના ઈતિહાસમાં સૌથી હાઈએસ્ટ સ્કોરનો હૈદરાબાદના નામે થયો છે. ટ્રેવિસ હેડે માત્ર 16 બોલમાં જ હાફ સેન્ચુરી ફટકારી હતી. બંને ખેલાડીઓએ દિલ્હીના બોલરોને ધોઈ નાખ્યા હતા.

હૈદરાબાદે કોલકાતા ટીમનો રેકોર્ડ તોડ્યો

હૈદરાબાદ આઈપીએલના ઈતિહાસમાં પાવરપ્લે ઓવરમાં સૌથી વધુ રન બનાવનારી ટીમ બની ગઈ છે. પેટ કમિન્સની ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને પાછળ છોડી દીધી છે. કોલકાતાએ 2017માં બેંગ્લોર વિરુદ્ધ પાવરપ્લેમાં 105 રન બનાવ્યા હતા. જે બાદ ચેન્નાઈની ટીમે 2014માં પંજાબ કિંગ્સ સામે 6 ઓવરમાં 2 વિકેટે 100 રન બનાવ્યા હતા.

અક્ષર પટેલે હેનરિક ક્લાસેન બોલ્ડ માર્યો

અભિષેક શર્માએ 12 બોલમાં બે ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 46 રન બનાવ્યા હતા. જ્યારે ટ્રેવિસ હેડે 32 બોલમાં 89 રન ફટકારીને કુલદિપ યાદવનો શિકાર બન્યા હતો. કુલદિપે ત્રણ અને અક્ષર પટેલને એક સફળતા મળી છે. અક્ષર પટેલે હેનરિક ક્લાસેન બોલ્ડ માર્યો.

બંને ટીમની પ્લેઇંગ ઈલેવન

સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, નીતિશ રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શાહબાઝ અહેમદ, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કન્ડે અને ટી નટરાજન.

દિલ્હી કેપિટલ્સ : રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર),ડેવિડ વોર્નર, જેક ફ્રેઝર-મેગર્ક, અભિષેક પોરેલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, લલિત યાદવ, કુલદીપ યાદવ, એનરિક નોર્કિયા, ખલીલ અહેમદ અને મુકેશ કુમાર.

આ સમાચાર શેર કરો