IPL 2024 : સુનીલ નારાયણે સેન્ચુરી ફટકારી, KKR તરફથી અગાઉ આ બેટર ફટકારી ચૂક્યા છે સદી
ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં મંગળવારે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ઈડન ગાર્ડન્

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં મંગળવારે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ઈડન ગાર્ડન્સમાં મુકાબલો ખેલાઈ રહ્યો છે. જેમાં રાજસ્થાને ટોસ જીતીને કોલકાતાને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પરિણામે કેકેઆરે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 223 રન બનાવ્યા છે. જોકે, આ મેચમાં સુનીલ નારાયણ શાનદાર સેન્ચુરી ફટકારી છે. કોલકાતા ટીમ તરફથી સદી ફટકારનાર ત્રીજો ખેલાડી બન્યો છે. અત્યાર સુધી માત્ર વેંકટેશ અય્યર અને બ્રેન્ડન મેક્કુલમે જ KKR તરફથી સદી ફટકારી ચૂક્યા છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાની શરૂઆત ઠીકઠાક રહી હતી. ફિલ સોલ્ટ 10 રન બનાવીને આવેશ ખાનનો શિકાર બન્યો હતો. જે બાદ સુનીલ નારાયણ અને અંગક્રિશ રઘુવંશીએ બીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી હતી. તેમાં અંગક્રિશ માત્ર 30 રનનું યોગદાન આપ્યું હતું. સુનીલે 49 બોલમાં શાનદાર સેન્ચુરી ફટકારી છે. આઈપીએલ કારકિર્દીની પ્રથમ સદી છે. તેણે 56 બોલમાં 6 છગ્ગા અને 13 ચોગ્ગાની મદદથી 109 રન બનાવ્યા હતા.
અત્યાર સુધીમાં 5 ખેલાડીઓ ફટકારી સદી
નોંધનીય છે કે, આઈપીએલ 2024માં અગાઉ વિરાટ કોહલી, જોશ બટલર અને રોહિત શર્મા અને ટ્રેવિસ હેડ સદી ફટકારી ચૂક્યા છે. ત્યારે આજે સુનીલ નારાયણ સદી ફટકારી છે. પરિણામે અત્યાર સુધીમાં કુલ પાંચ સદી નોંધાઈ છે.
બંને ટીમની પ્લેઇંગ ઈલેવન
રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન, કુલદીપ સેન અને યુઝવેન્દ્ર ચહલ.
કોલકાતા નાઈટ રાઈડર્સ: ફિલ સોલ્ટ (વિકેટકીપર), સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ અય્યર (કેપ્ટન), વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિચેલ સ્ટાર્ક, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણા.








