IPLમાં આવા ખેલાડીઓ પર લાગશે પ્રતિબંધ! ટીમો કરી રહી છે કડક નિયમ બનાવવાની માગ
IPL એ ભારત સહિત સમગ્ર દુનિયાના ખેલાડીઓને પોતાનો દમ બતાવવાની તક આપી છે. વિશ્વ ક્રિ

IPL એ ભારત સહિત સમગ્ર દુનિયાના ખેલાડીઓને પોતાનો દમ બતાવવાની તક આપી છે. વિશ્વ ક્રિકેટના ઘણા મોટા ખેલાડી આ લીગમાં આવીને પોતાના પ્રદર્શનથી ફેન્સનું મનોરંજન પૂરું પાડે છે. આ સાથે જ લાખો-કરોડોની કમાણી પણ કરે છે. તેમ છતાં અમુક ખેલાડી એવા પણ છે, જેમણે પોતાની હરકતોથી આઈપીએલની ટીમો અને ફેન્સને ઘણી વખત ઉશ્કેર્યાં છે અને હવે આવા જ ખેલાડીઓ પર પ્રતિબંધ લાગી શકે છે. આ માગ પોતે BCCI ને કરી છે. BCCIએ વાત માની લીધી તો અમુક ખેલાડીઓ પર પ્રતિબંધ પણ લાગી શકે છે.
મુંબઈમાં બુધવાર 31 જુલાઈએ BCCI અને IPL ફ્રેંચાઈઝી માલિકોની વચ્ચે એક મહત્ત્વની બેઠક થઈ. આ મીટિંગમાં IPLની આગામી સિઝનને લઈને ઘણા મુદ્દા પર ચર્ચા અને નિર્ણય થયા, જેમાં મેગા ઓક્શન માટે સેલેરી પર્સ, ખેલાડીઓના રિટેન્શનની સંખ્યા, રાઈટ ટુ મેચ અને ઈમ્પેક્ટ પ્લેયર નિયમ જેવા મુદ્દા સૌથી મહત્વના રહ્યાં. આ સિવાય ફ્રેંચાઈઝી માલિક BCCIની સામે આવા વિદેશી ખેલાડીઓનો મામલો પણ ઉઠાવી શકે છે. જે ઓક્શનમાં તો વેચાઈ જાય છે પરંતુ સિઝન શરૂ થયા પહેલા અચાનક પોતાનું નામ પાછું લઈ લે છે.
ફ્રેંચાઈઝીએ કરી પ્રતિબંધની માગ
રિપોર્ટ અનુસાર ફ્રેંચાઈઝી માલિક આ મુદ્દે બોર્ડ પાસે કડક પગલા ઉઠાવવા કે નિયમ બનાવવાની માગ કરી શકે છે. જેથી ઓક્શન બાદ કોઈ ખેલાડીનું નામ પાછું લેવાથી ટીમોનું પ્લાનિંગ બગડે નહીં. તાજેતરમાં જ BCCI સીઈઓ સાથે એક મીટિંગમાં તો અમુક ફ્રેંચાઈઝી માલિકોએ આવા ખેલાડીઓને IPLમાં પ્રતિબંધ મૂકવાની માગ પણ કરી છે. હવે જો તમામ ફ્રેંચાઈઝી આ માગનું સમર્થન કરે છે અને BCCI આ મુદ્દે પોતાની સંમતિ વ્યક્ત કરે છે તો અમુક ખેલાડીઓ પર પ્રતિબંધ લાગી શકે છે. BCCIએ પણ આ મુદ્દાને મીટિંગના એજન્ડામાં સ્થાન આપીને પોતાના ઈરાદા વ્યક્ત કરી દીધા હતાં.
આ ખેલાડીઓ પર જોખમ
IPLના લાંબા ઈતિહાસમાં ઘણા વિદેશી ખેલાડી અલગ-અલગ તક પર ટૂર્નામેન્ટથી પોતાનું નામ પાછું લઈ રહ્યાં છે. અમુક પારિવારિક કારણોથી ટૂર્નામેન્ટની વચ્ચેથી પાછા જતાં રહે છે, તો અમુક ખેલાડી ઓક્શનમાં વેચાઈ ગયા બાદ ટૂર્નામેન્ટ શરૂ થયા પહેલા વર્કલોડ મેનેજમેન્ટ કે માનસિક થાકનું કારણ આપીને નામ પાછું લઈ લે છે. ઈંગ્લેન્ડના જેસન રોય, એલેક્સ હેલ્સ અને ઓસ્ટ્રેલિયાના કેન રિચર્ડસેન જેવા ખેલાડી 2-3 વખત આવું કરી ચૂક્યા છે. હવે જો BCCI ફ્રેંચાઈઝીની વાત માને છે તો આ ખેલાડી ક્યારેય IPLમાં રમતાં જોવા મળશે નહીં.






