મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટીમ ઈન્ડિયામાં વાપસી પહેલા ફરી ઈજાગ્રસ્ત થયો સ્ટાર ક્રિકેટર, જાણો મેદાનમાં પરત ફરતા કેટલો સમય લાગશે

ભારતે બાંગ્લાદેશ સામેની 2 ટેસ્ટ મેચની સિરીઝ 2-0થી જીતી લીધી છે. હવે ભારતીય ટીમનો મુકાબલો ન્ય

ટીમ ઈન્ડિયામાં વાપસી પહેલા ફરી ઈજાગ્રસ્ત થયો સ્ટાર ક્રિકેટર, જાણો મેદાનમાં પરત ફરતા કેટલો સમય લાગશે

ભારતે બાંગ્લાદેશ સામેની 2 ટેસ્ટ મેચની સિરીઝ 2-0થી જીતી લીધી છે. હવે ભારતીય ટીમનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થવાનો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 3 ટેસ્ટ મેચની સિરીઝ 16 ઓકટોબરથી શરૂ થવાની છે. આવી સ્થિતિમાં ફેન્સ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વાપસીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ફેન્સ તેને જલ્દીથી જલ્દી ક્રિકેટના મેદાન પર જોવા માંગે છે, પરંતુ આ દરમિયાન જે સમાચાર સામે આવ્યા છે તે ફેન્સને પરેશાન કરનાર છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શમીને ફરીથી ઈજા થઈ છે.

નવેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે શમી મેદાનમાં પરત ફરશે. ભારતીય ફાસ્ટ બોલર નવેમ્બર 2023માં ODI વર્લ્ડ કપ ફાઈનલમાં તેની છેલ્લી મેચ રમ્યો હતો. વનડે વર્લ્ડ કપ બાદ શમીની એડીની સર્જરી કરાવવામાં આવી હતી.

શમી હીલની સર્જરીમાંથી બાદ વાપસીની તૈયારી કરી રહ્યો હતો ત્યાં બીજી ઈજાના સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલમાં શમીની ઈજાનો ખુલાસો કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે, ભારતીય ફાસ્ટ બોલરના ઘૂંટણમાં સોજો આવી ગયો છે.

અહેવાલમાં BCCIના એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, "શમીએ બોલિંગ શરૂ કરી દીધી હતી અને તે સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરવાના ટ્રેક પર હતો, પરંતુ તાજેતરમાં તેને ઘૂંટણની ઈજા થઈ હતી. BCCIની તબીબી ટીમ ઈજાની તપાસ કરી રહી છે, પરંતુ તેમાં થોડો સમય લાગી શકે છે." 

શમીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 

તમને જણાવી દઈએ કે શમી એક એવો બોલર છે જે ભારત માટે ત્રણેય ફોર્મેટ રમે છે. અત્યાર સુધી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેણે 64 ટેસ્ટ, 101 ODI અને 23 T20I મેચ રમી છે. શમીએ ટેસ્ટની 122 ઈનિંગ્સમાં 27.71ની એવરેજથી 229 વિકેટ લીધી છે. આ સિવાય તેણે ODIની 100 ઈનિંગ્સમાં 23.68ની એવરેજથી 195 વિકેટ લીધી છે. T20Iની 23 ઈનિંગ્સમાં તેણે 29.62ની એવરેજથી 24 વિકેટ લીધી છે.

આ સમાચાર શેર કરો