IPL 2024: હૈદરાબાદ અને ગુજરાતની મેચ વરસાદમાં ધોવાઈ, આ બે ટીમો પ્લેઓફની રેસમાંથી આઉટ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં ગુરૂવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રાજીવ ગાંધી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં ગુરૂવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મુકાબલો સામે ખેલાવવાનો હતો. જોકે, વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી છે. બંને ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યા છે. આ સાથે હૈદરાબાદની ટીમ પ્લેઓફમાં ક્વોલિફાય થઈ ગઈ છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ રદ્દ થતા પ્લેઓફની રેસમાંથી દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટસ બહાર થઈ ગઈ છે. જ્યારે હૈદરાબાદે પ્લેઓફમાં સ્થાન મેળલી લીધું છે.
ચોથી ટીમ માટે ચેન્નાઈ અને બેંગલુરુ ટીમ વચ્ચે રસાકસી જામશે
આઈપીએલ 2024માં અત્યાર સુધીમાં પ્લેઓફમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને હવે સનરાઈઝર્સ હૈદરાબાદે સ્થાન મેળવ્યું છે. જ્યારે હવે ચોથી કઈ ટીમને સ્થાન મળે છે તે જોવાનું રહેશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમ વચ્ચે રસાકસી જામશે.
ગુજરાતની સતત બીજી મેચ વરસાદમાં ધોવાઈ
હૈદરાબાદના 13 મેચમાં 7 જીત અને 4 હાર સાથે 15 પોઈન્ટ છે. એક મેચ વરસાદના કારણે રદ થઈ હતી. પરિણામે ટીમને એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો. ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ, ગુજરાત ટેબલમાં 8મા નંબરે છે. ટીમના 14 મેચમાં 5 જીત અને 7 હારથી 12 પોઈન્ટ છે. ગુજરાતની છેલ્લી બંને મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી.








