મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

રોહિત શર્મા-ગંભીર વચ્ચે ટકરાવની અટકળો! સિડનીમાં ભારતને મળી શકે છે નવો કેપ્ટન

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં કેટલાક દિગ્ગજ આવ્યા અને અનેક રેકોર્ડ તોડ્યા પણ એક દિવસ બધાએ સંન્યાસનો ક

રોહિત શર્મા-ગંભીર વચ્ચે ટકરાવની અટકળો!  સિડનીમાં ભારતને મળી શકે છે નવો કેપ્ટન

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં કેટલાક દિગ્ગજ આવ્યા અને અનેક રેકોર્ડ તોડ્યા પણ એક દિવસ બધાએ સંન્યાસનો કડવો ઘૂંટ પીવો જ પડે છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શનને લઇને કેપ્ટન રોહિત શર્માની ટીકા થઇ રહી છે. એવી અટકળો પણ છે કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સિડની ટેસ્ટ રમ્યા બાદ રોહિત શર્મા ક્રિકેટના લાંબા ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ લઇ શકે છે.મહત્ત્વપૂર્ણ છે કે કેટલાક વર્ષ પહેલા એમએસ ધોનીએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઇને ચોકાવી દીધા હતા. હવે શું રોહિત શર્મા પણ સૌને ચોકાવતા અચાનક સંન્યાસની જાહેરાત કરી શકે છે.

તે દિવસ હતો 30 ડિસેમ્બર 2014, જ્યારે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત-ઓસ્ટ્રેલિયાની મેલબોર્નમાં ટેસ્ટ ડ્રો થઇ હતી. હજુ સિરીઝમાં સિડની ટેસ્ટ બાકી હતી અને ભારત ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં 2-0થી પાછળ હતું પરંતુ પ્રવાસ પૂર્ણ થયા પહેલા જ ધોનીના સંન્યાસે સૌને ચોકાવી દીધા હતા. કેપ્ટન કૂલના સંન્યાસ બાદ વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરી હતી. જોકે, ધોનીએ કેટલાક વર્ષ બાદ સુધી વ્હાઇટ બોલ ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું.

રોહિત શર્મા પણ લેશે સંન્યાસ!

હવે રોહિત શર્મા પણ પોતાના કરિયરના તે પડાવ પર છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ટીમ ઇન્ડિયા 2-1થી પાછળ રહી છે. રોહિત શર્મા દબાણમાં છે. જ્યારે જસપ્રીત બુમરાહની કેપ્ટન્સીમાં ભારતે 295 રનથી જીત મેળવી હતી તે બાદ ટીમ ઇન્ડિયા રોહિત શર્માની કેપ્ટન્સીમાં 3 મેચમાં એક પણ જીત મેળવી શકી નથી. 10 વર્ષમાં આવું પ્રથમ વખત થશે જ્યારે ભારત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી નહીં જીતી શકે. રોહિત શર્મા પર દબાણ એટલા માટે પણ વધારે છે કારણ કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સિરીઝમાં તેને માત્ર 31 રન જ બનાવ્યા છે.

આ પણ વાંચો: ડ્રેસિંગ રૂમની વાતો બહાર આવતા ભડક્યો ગંભીર, આ ખેલાડી સિડની ટેસ્ટમાંથી બહાર; રોહિત શર્માના રમવા પર શંકા?

મહત્ત્વપૂર્ણ છે કે આ વર્ષે રોહિત શર્મા ટી-20 ક્રિકેટમાંથી સંન્યાસ લઇ ચુક્યો છે. સિડની ટેસ્ટમાં તેના રમવા પર શંકા છે અને રોહિત શર્માના રમવા પર હેડ કોચ ગૌતમ ગંભીરે કંઇ કહ્યું નથી. રોહિત શર્મા સંન્યાસ પર નિર્ણય લઇ શકે છે. જો રોહિત શર્મા સિડની ટેસ્ટમાં રમવા નથી ઉતરતો તો તેની જગ્યાએ જસપ્રીત બુમરાહ કેપ્ટન્સી કરી શકે છે.

રોહિત-ગંભીર વચ્ચે ટકરાવની અટકળો!

ગૌતમ ગંભીરને સિડની ટેસ્ટ પહેલા પત્રકાર પરિષદમાં પુછવામાં આવ્યું કે શું રોહિત શર્મા રમશે? ગંભીરે જવાબ આપતા કહ્યું, 'કાલે પીચ જોયા બાદ અમે ટોસના સમયે પ્લેઇંગ ઇલેવનનો નિર્ણય કરીશું.'

રોહિત શર્માના પ્રેસ કોન્ફરન્સમાં સામેલ ના થવા પર ગંભીરે કહ્યું, 'મને નથી લાગતું કે આ કોઇ ટ્રેડિશનલ વાત છે. મને લાગે છે કે હેડ કોચનું અહીં હોવું યોગ્ય છે અને આ ઘણુ સારૂ છે.'

આ સમાચાર શેર કરો