સાઉથ આફ્રિકાએ બનાવ્યો રેકોર્ડ, પહેલીવાર ટેસ્ટ ઇનિંગ્સમાં ફટકારી આટલી સિક્સર
દક્ષિણ આફ્રિકાએ યજમાન બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં શા

દક્ષિણ આફ્રિકાએ યજમાન બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં શાનદાર રમત રમી હતી. દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસે પ્રથમ દાવમાં 3 બેટ્સમેનોની સદીની મદદથી જંગી સ્કોર બનાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ 577/6 રનના સ્કોર પર પ્રથમ દાવ ડિકલેર કર્યો. આફ્રિકન ટીમે એશિયામાં તેનો ત્રીજો સૌથી વધુ ટેસ્ટ સ્કોર બનાવવામાં સફળ રહી. દક્ષિણ આફ્રિકાએ તેના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ચોથી વખત 550થી વધુ રન બનાવ્યા છે.
એશિયામાં દક્ષિણ આફ્રિકાનો સૌથી મોટો ટેસ્ટ સ્કોર
584/9d વિ પાકિસ્તાન, અબુ ધાબી, 2010
583/7d વિ બાંગ્લાદેશ, ચિત્તાગોંગ, 2008
577/6d વિ બાંગ્લાદેશ, ચિત્તાગોંગ, 2024*
558/6d વિ ભારત, નાગપુર, 2010
540 વિ ભારત, ચેન્નાઈ, 2008
દક્ષિણ આફ્રિકાની ટીમ તરફથી ટોની ડી જ્યોર્જી અને ટ્રિસ્ટન સ્ટબ્સ ઉપરાંત વિયાન મુલ્ડરે શાનદાર સદી ફટકારી હતી. ટોની ડી જ્યોર્જીએ 12 ફોર અને 4 સિક્સર ની મદદથી સૌથી વધુ 177 રનની ઇનિંગ્સ રમી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સે 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા હતા. જ્યારે મુલ્ડરે 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 105 રનની ઇનિંગ રમી હતી.
દક્ષિણ આફ્રિકાની આ પ્રથમ ઇનિંગમાં તમામ બેટ્સમેનોએ મળીને કુલ 17 છગ્ગા ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ 2010માં દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ મેચની એક ઈનિંગમાં 15 સિક્સર મારવાની સિદ્ધિ મેળવી હતી. આજે દમદાર બેટિંગ સાથે પોતાનો જ 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.
ટેસ્ટ મેચની એક ઇનિંગમાં દક્ષિણ આફ્રિકા દ્વારા સૌથી વધુ સિક્સર
17 વિ બાંગ્લાદેશ, ચિત્તાગોંગ, 2024*
15 વિ વેસ્ટ ઈન્ડિઝ, બેસેટેરે, 2010
12 વિ ઓસ્ટ્રેલિયા, કેપ ટાઉન, 2009
12 વિ ભારત, સેન્ચુરિયન, 2010
દક્ષિણ આફ્રિકાએ 17 છગ્ગા ફટકારીને ઓસ્ટ્રેલિયાના રેકોર્ડની બરાબરી કરી છે, જે ટેસ્ટ ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે ત્રીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાએ 21 વર્ષ પહેલા 2003માં ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ મેચની એક ઇનિંગમાં 17 સિક્સર ફટકારી હતી. એક ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે છે. ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન સામે શારજાહમાં વર્ષ 2014માં 22 સિક્સર ફટકારી હતી.
ટેસ્ટ ઇનિંગ્સમાં ટીમ દ્વારા સૌથી વધુ છગ્ગા
22 સિક્સ - ન્યુઝીલેન્ડ (વિરુદ્ધ પાકિસ્તાન) - શારજાહ, 2014
18 સિક્સ - ભારત (વિરુદ્ધ ઈંગ્લેન્ડ) - રાજકોટ, 2024
17 સિક્સ - ઓસ્ટ્રેલિયા (વિ. ઝિમ્બાબ્વે) - પર્થ, 2003
17 સિક્સ - દક્ષિણ આફ્રિકા (વિરુદ્ધ બાંગ્લાદેશ) - ચટ્ટોગ્રામ, 2024
16 સિક્સ - શ્રીલંકા (વિરુદ્ધ આયર્લેન્ડ) - ગાલે, 2023








