મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ક્રિકેટના 'દાદા'એ કોચ અંગે આપી સલાહ, જાણો ટ્વિટમાં શું કહ્યું

Sourav ganguly: એક તરફ ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપ માટે ન્યૂયોર્ક પહોંચી ગઈ છે. બીજી તરફ વર્લ્ડ

ક્રિકેટના 'દાદા'એ કોચ અંગે આપી સલાહ, જાણો ટ્વિટમાં શું કહ્યું

Sourav ganguly: એક તરફ ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપ માટે ન્યૂયોર્ક પહોંચી ગઈ છે. બીજી તરફ વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ કોણ બનશે તેને લઈને ચારેકોર ચર્ચા થઈ રહી છે. હેડ કોચ માટે ગૌતમ ગંભીરનું નામ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કોચને લઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે. 

કોચ અને સંસ્થાને સમજદારીપૂર્વક પસંદ કરો

પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, કોઈ વ્યક્તિના જીવનમાં કોચનું મહત્ત્વ, તેનું માર્ગદર્શન અને સતત તાલીમ કોઈપણ વ્યક્તિનું ભવિષ્ય ઘડે છે, પછી તે મેદાન પર હોય કે મેદાનની બહાર. પરિણામે કોચ અને સંસ્થાને સમજદારીપૂર્વક પસંદ કરો. 

સૌરવ ગાંગુલીએ આટલું બધું લખ્યું છે, પરંતુ તેનું અર્થઘટન અલગ-અલગ રીતે કરવામાં આવી રહ્યું છે. શું ગાંગુલીએ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચને ટાંકીને આ બધું લખ્યું છે કે પછી કંઈક બીજું છે, જો કે તેને આ સાથે જોડવામાં આવી રહ્યું છે. 

ટી-20 વર્લ્ડકપ બાદ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત थશે

ઉલ્લેખનીય છે કે, ટી-20 વર્લ્ડકપ બાદ વર્તમાન હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. BCCIએ ભારતીય ટીમના મુખ્ય કોચના પદ માટે અરજીઓ મંગાવી હતી, જેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 મે હતી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કોણે મુખ્ય કોચ બનવા માટે અરજી કરી છે. ઘણાં નામો લેવામાં આવી રહ્યા છે, પરંતુ આ મુદ્દે કોઈ ખુલીને બોલવા તૈયાર નથી.

આ સમાચાર શેર કરો