મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

'પુસ્તક વેચવાના ચક્કરમાં ઈમાન વેચી દીધું', સાક્ષી મલિક પર બબિતાનો પલટવાર

હાલમાં ભારતીય પહેલવાનો વચ્ચે શાબ્દિક ટપાટપી ચાલી રહી છે. પૂર્વ મહિલા રેસલર સાક્ષી મલિકે હાલમાં

'પુસ્તક વેચવાના ચક્કરમાં ઈમાન વેચી દીધું', સાક્ષી મલિક પર બબિતાનો પલટવાર

હાલમાં ભારતીય પહેલવાનો વચ્ચે શાબ્દિક ટપાટપી ચાલી રહી છે. પૂર્વ મહિલા રેસલર સાક્ષી મલિકે હાલમાં જ તેના પબ્લિશ થયેલા પુસ્તકમાં ભૂતપૂર્વ સાથી રેસલર અને બીજેપી નેતા બબીતા ​​ફોગટ પર કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. સાક્ષી મલિકે પુસ્તકને લઈને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, બબીતા ​​ફોગટ ભારતીય રેસલિંગ ફેડરેશનની અધ્યક્ષ બનવા માંગતી હતી. તેણીએ જ વિરોધ પ્રદર્શનની પરવાનગી લીધી હતી. જો કે, બબીતા ​​ફોગાટે સાક્ષી મલિકના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પુસ્તક વેચવા માટે તમે તમારી ઈજ્જત (ચારિત્ર્ય) વેચી દીધી છે.
 
બબીતા ​​ફોગાટે બુધવાર 23 ઓક્ટોબરની સવારે એક્સ પોસ્ટ કરીને સાક્ષી મલિક પર નિશાન સાધતા લખ્યું કે, તમારી પોતાની આવડતથી તમારા કિરદારને ચમકાવો, ઉછીની લાઈટ ક્યાં સુધી ચાલશે? કોઈને વિધાનસભા મળી, કોઈને પદ મળ્યું, દીદી તમને કંઈ નથી મળ્યું, અમે તમારી પીડા સમજી શકીએ છીએ. પુસ્તક વેચવાના ચક્કરમાં તમે વિશ્વાસ પણ વેચી દીધો.

ભલે તેણે પોતાની પોસ્ટમાં સાક્ષીનું નામ ન લીધું, પરંતુ તેની પોસ્ટ માત્ર સાક્ષી માટે જ હતી, કારણ કે તેણે પોતાના પુસ્તકમાં બબીતા ​​ફોગાટને આંદોલન પાછળની માસ્ટરમાઈન્ડ ગણાવી હતી. પીટીઆઈ સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે, "બબીતા ​​ફોગટે જ ખેલાડીઓને બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરવા માટે ઉશ્કેર્યા, વ્યવસ્થા કરી અને અમને મંજૂરી અપાવી હતી.

જણાવી દઈએ કે સાક્ષી મલિકાએ વિટનેસ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે, જે તેની આત્મકથા છે. સાક્ષીએ આમાં ઘણા ખુલાસા કર્યા છે. તેણે માત્ર બબીતા ​​ફોગટને જ નહીં પરંતુ વિનેશ ફોગટ અને બજરંગ પુનિયાને પણ બક્ષ્યા ન હતા, જેઓ તેમની સાથે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ આંદોલનનો ભાગ હતા. ​​ફોગાટે પુસ્તકમાં વિનેશ અને બજરંગ પુનિયા પર આરોપ લગાવ્યો છે કે તમે રાષ્ટ્રીય ટ્રાયલ્સમાં છૂટછાટ સ્વીકારી અને તેના કારણે આંદોલન નબળું પડ્યું. આ કારણે બધાને લાગ્યું કે, તમે તમારા પોતાના સ્વાર્થ માટે આ વિરોધ ચલાવી રહ્યા હતા.

આ સમાચાર શેર કરો