મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

INDW vs SAW: સ્મૃતિ મંધાનાએ આફ્રિકા સામે શાનદાર સેન્ચુરી ફટકારી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 7000 રન પૂરા કર્યા

ભારતીય મહિલા ટીમ અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે વન-ડે સિરીઝની પ્રથમ મેચ બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્

INDW vs SAW: સ્મૃતિ મંધાનાએ આફ્રિકા સામે શાનદાર સેન્ચુરી ફટકારી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 7000 રન પૂરા કર્યા

ભારતીય મહિલા ટીમ અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે  વન-ડે સિરીઝની પ્રથમ મેચ બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં સ્મૃતિ મંધાનાએ શાનદાર સેન્ચુરી ફટકારી હતી. 50 ઓવરમાં 8 વિકેટના નુકસાને 265 રન બનાવ્યા હતા. જ્યારે મહેનામ ટીમને મેચ જીતવા 266 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. શેફાલી વર્મા માત્ર 7 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જોકે, બાદમાં દયાલન પણ 12 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. પરિણામે ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. ત્યારે સ્મૃતિએ એક તરફ ટીમનો છેડો પકડી રાખ્યો હતો. 

આ સિદ્ધિ હાંસલ કરનાર ભારતીય ટીમની બીજી ખેલાડી બની

સ્મૃતિએ 127 બોલમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 117 રન બનાવ્યા હતા. આ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 7000 રન પૂરા કરનાર બીજી ભારતીય ખેલાડી બની ગઈ છે. આ અગાઉ ભારતીય ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજે આ સિદ્ધિ હાંસલ કરી ચૂકી છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10000થી વધુ રન બનાવ્યા છે. 

ભારત-આફ્રિકા વન-ડે સિરીઝનો કાર્યક્રમ 

16 જૂન-પ્રથમ મેચ બેંગલુરુ
19 જૂન- બીજી મેચ બેંગલુરૂ
23 જૂન- ત્રીજી મેચ બેંગલુરુ

આ સમાચાર શેર કરો