Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Shubman Gill sets 5 big records with century against RR

VIDEO: શુભમન ગિલે સદી ફટકારી બનાવ્યા 5 મોટા રેકોર્ડ, હજુ સુધી કોઈ ખેલાડી નથી કરી શક્યો આ કારનામું

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : BCCI

IPL 2026ની બીજી ક્વોલિફાયરમાં શુભમન ગિલે શાનદાર કેપ્ટનશિપ ઈનિંગ રમી અને ગુજરાત ટાઈટન્સને ફાઈનલમાં સ્થાન મળ્યું. રાજસ્થાન રોયલ્સ સામેની આ મહત્ત્વપૂર્ણ મેચમાં ગિલે 53 બોલમાં 104 રનની શાનદાર સદી ફટકારી, જેનાથી ગુજરાત 7 વિકેટથી જીત્યું. આ વિસ્ફોટક ઈનિંગ સાથે, ગિલે અનેક રેકોર્ડ તોડ્યા. ગિલે IPLના ઈતિહાસમાં એક એવી સિદ્ધિ હાંસલ કરી જે પહેલાં કોઈ ખેલાડીએ નહતી હાંસલ કરી.

App Store

IPL પ્લેઓફમાં સદી ફટકારનાર પ્રથમ કેપ્ટન બન્યો

મુલ્લાનપુરમાં રમાયેલી IPL 2026ની બીજી ક્વોલિફાયરમાં 215 રનના લક્ષ્યનો પીછો કરતા, શુભમન ગિલે માત્ર 47 બોલમાં પોતાની સદી પૂરી કરી. ગિલે 53 બોલમાં 15 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 104 રનની શાનદાર ઈનિંગ રમી. આ સદી સાથે, ગિલ IPL પ્લેઓફના ઈતિહાસમાં સદી ફટકારનાર પ્રથમ કેપ્ટન બન્યો. અગાઉ કોઈપણ ટીમના કેપ્ટને પ્લેઓફમાં સદી નહતી ફટકારી.

પ્લેઓફમાં પોતાની બીજી સદી સાથે ઈતિહાસ રચ્યો

આ સદી સાથે શુભમન ગિલ હવે IPL પ્લેઓફમાં એકથી વધુ સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. અગાઉ, તેણે IPL 2023ની બીજી ક્વોલિફાયરમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 129 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી, જે હજુ પણ IPL પ્લેઓફ ઈતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. આ 26 વર્ષીય ગિલની IPL કારકિર્દીની પાંચમી સદી હતી.

IPL પ્લેઓફના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી

ગિલે ફક્ત 47 બોલમાં પોતાની સદી પૂરી કરી, જે IPL પ્લેઓફના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી છે. તેણે રજત પાટીદારનો રેકોર્ડ તોડ્યો, જેણે 2022ની એલિમિનેટરમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 49 બોલમાં સદી ફટકારી હતી. તે IPL પ્લેઓફમાં રાજસ્થાન રોયલ્સ સામે સદી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન પણ બન્યો છે.

પ્લેઓફમાં કેપ્ટન તરીકે સૌથી મોટી ઈનિંગ

માત્ર આટલું જ નહીં, ગિલ હવે પ્લેઓફમાં કેપ્ટન તરીકે સૌથી મોટી ઈનિંગ રમનાર ખેલાડી બની ગયો છે. અગાઉ, આ રેકોર્ડ રજત પાટીદારના નામે હતો, જેણે IPL 2026ની પહેલી ક્વોલિફાયરમાં ગુજરાત ટાઈટન્સ સામે અણનમ 93 રન બનાવ્યા હતા. ગિલે 104 રનની ઈનિંગ સાથે RCB કેપ્ટનને પાછળ છોડી દીધો.

IPL પ્લેઓફમાં કેપ્ટન દ્વારા સૌથી વધુ સ્કોર

  • 104 રન - શુભમન ગિલ vs રાજસ્થાન રોયલ્સ (ક્વોલિફાયર 2, 2026)
  • 93* રન - રજત પાટીદાર vs ગુજરાત ટાઈટન્સ (ક્વોલિફાયર 1, 2026)
  • 87* રન - શ્રેયસ ઐયર vs મુંબઈ ઈન્ડિયન્સ (ક્વોલિફાયર 2, 2025)
  • 85 રન - એડમ ગિલક્રિસ્ટ vs દિલ્હી ડેરડેવિલ્સ (સેમીફાઈનલ, 2009)
  • 79 રન - કેએલ રાહુલ vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (એલિમિનેટર, 2022)

એમએસ ધોનીને પાછળ છોડી દીધો

રાજસ્થાન સામેની આ સદી સાથે, શુભમન ગિલ IPL પ્લેઓફમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. ગિલે અત્યાર સુધીમાં 13 પ્લેઓફ ઈનિંગ્સમાં 581 રન બનાવ્યા છે. તેણે એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે, જેણે 23 ઈનિંગ્સમાં 523 રન બનાવ્યા છે. જોકે, સુરેશ રૈના 24 ઈનિંગ્સમાં 714 રન બનાવીને આ યાદીમાં ટોચ પર છે.

IPL પ્લેઓફમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન

  • 714 રન - સુરેશ રૈના (24 ઈનિંગ્સ)
  • 581 રન - શુભમન ગિલ (13 ઈનિંગ્સ)
  • 523 રન - એમએસ ધોની (23 ઈનિંગ્સ)
  • 439 રન - વિરાટ કોહલી (18 ઈનિંગ્સ)
  • 406 રન - સૂર્યકુમાર યાદવ (12 ઈનિંગ્સ)
  • 405 રન - રોહિત શર્મા (24 ઈનિંગ્સ)