Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Shubman Gill creates history with century, equals Australian legend's record

શુભમન ગિલે સદી સાથે રચ્યો ઈતિહાસ, આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજના રેકોર્ડની કરી બરોબરી

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2025
લાઇવ ટીવીGoogle News
શુભમન ગિલે સદી સાથે રચ્યો ઈતિહાસ, આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજના રેકોર્ડની કરી બરોબરી
સોર્સ : Google

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે માનચેસ્ટરમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં શુભમન ગિલે ઈતિહાસ રચ્યો છે. અનેક ટીકાઓ વચ્ચે શુભમન ગિલે પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ રમી સદી ફટકારી બે મોટા રેકોર્ડ સર્જ્યા છે. 

App Store

ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત અત્યંત ખરાબ હતી. પહેલી ઓવરમાં જ બે ઓપનર બેટર ઝીરો રન પર આઉટ થયા હતાં અને ખાસ કરીને ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગમાં ફિલ્ડિંગ સેટિંગ્સ અને બોલર્સમાં ફેરફાર મુદ્દે ગિલની કેપ્ટનશીપ પર સવાલો ઉઠ્યા હતા. જો કે, ગિલે બે વિકેટ પડ્યા બાદ પીચ પર ઉતરી આ સવાલોના આક્રમક જવાબ આપી સદી ફટકારી હતી. 

ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યો

ગિલે આ સીરીઝમાં ચાર સદી ફટકારી રેકોર્ડ સર્જ્યો છે. ટેસ્ટ મેચ સીરિઝમાં ચાર સદી ફટકારાના અત્યારસુધી બે ભારતીય સુનીલ ગાવસ્કર (1971,1978) અને વિરાટ કોહલી (2014-25) હતાં. હવે આ યાદીમાં ગિલનું નામ પણ ઉમેરાયું છે. તેણે ડોન બ્રેડમેનનો 86 વર્ષ જુનો રેકોર્ડ પણ તોડ્યો છે. ગિલ ઈંગ્લેન્ડમાં એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ સદી ફટકારનારો કેપ્ટન બન્યો છે. તેની પહેલાં બ્રેડમેને 1938માં એસીઝમાં ચાર સદી ફટકારી હતી.

ટેસ્ટ કેપ્ટન તરીકે પહેલી સીરિઝમાં સર્વાધિક રન

810 - સર ડોન બ્રેડમેન (ઓસ્ટ્રેલિયા) vs ઈંગ્લેન્ડ, 19૩6/૩7 (ઘરેલું)

722* - શુભમન ગિલ (ભારત) vs ઈંગ્લેન્ડ, 2025 (વિદેશી)

702 - ગ્રેગ ચેપલ (ઓસ્ટ્રેલિયા) vs વેસ્ટ ઈન્ડિઝ, 1975/76 (ઘરેલું)

6૩6 - ક્લાઈવ લોયડ (વેસ્ટ ઈન્ડિઝ) vs ભારત, 1974/75 (વિદેશી)

582 - પીટર મે (ઈંગ્લેન્ડ) vs દક્ષિણ આફ્રિકા, 1955 (ઘરેલું)

ગિલ અત્યારસુધી એક સીરિઝમાં 700થી વધુ રન બનાવનારા ત્રીજા ભારતીય બેટર બન્યો છે. તે યશસ્વી જયસ્વાલે 712 રન (2024)થી આગળ નીકળી ગયો છે. હવે માત્ર સુનિલ ગાવસ્કર (774 રન, વેસ્ટઈન્ડિઝ 1971) સાથે આગળ છે.