મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

 ટીમમાંથી હાંકી કાઢનાર શ્રેયસ અય્યર હવે કેપ્ટનશિપની રેસમાં સામેલ થશે

થોડા સમય પહેલા જ શ્રેયસ અય્યરને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં વાર્ષિ

 ટીમમાંથી હાંકી કાઢનાર શ્રેયસ અય્યર હવે કેપ્ટનશિપની રેસમાં સામેલ થશે

થોડા સમય પહેલા જ શ્રેયસ અય્યરને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં વાર્ષિક કોન્ટ્રાક્ટમાંથી પણ બાદબાકી કરી દેવામાં આવી છે. ત્યારે  હવે  અય્યર ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાનો દાવો કરશે, પરંતુ કેપ્ટનશિપની રેસમાં પણ સામેલ થઈ જશે.

10 વર્ષ બાદ IPL જીતનારી આ ટીમના હીરોની ગણતરી કરવા બેસીએ તો એક શ્વાસમાં અનેક નામો ગણી લેવામાં આવશે. સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, ફિલ સોલ્ટ, મિચેલ સ્ટાર્ક, વેંકટેશ ઐયર, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, હર્ષિત રાણા અને શ્રેયસ ઐયર. આ લિસ્ટમાં કેપ્ટન ઐય્યરનું નામ ઝડપથી નથી આવતું. કારણ ગમે તે હોય શ્રેયસને તે શ્રેય ન મળ્યો જેનો તે હકદાર હતો. જો કે, તેમના માટે રાહતની વાત એ છે, કે જ્યારે મોટાભાગના દિગ્ગજો KKRના અન્ય હીરોના દિલથી વખાણ કરી રહ્યા હતા, ત્યારે રોબિને ઉથપ્પાને સ્પષ્ટપણે કહ્યું હતું કે, ઐય્યર ભારતનો આગામી કેપ્ટન બની શકે છે.

ઐય્યર ભારતનો આગામી કેપ્ટન બની શકે છે:  રોબિન ઉથપ્પા

કોલકાતા નાઈટ રાઈડર્સની સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જીત બાદ રોબિન ઉથપ્પાએ શ્રેયસ ઐયરની ભરપૂર પ્રશંસા કરી હતી. તેણે શોમાં કહ્યું, 'મને લાગે છે કે તે (શ્રેયસ) આવનારા સમયમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. તેને ખબર છે કે, ટીમને કેવી રીતે હેન્ડલ કરવી. તેણે આઈપીએલની આ સિઝનમાં  ઘણી નવી વસ્તુઓ શીખી છે, જે હવે જોવા મળી રહી છે. તે ગૌતમ ગંભીર, ચંદ્રકાંત પંડિત, અભિષેક નાયર સાથે કામ કરી રહ્યો છે અને તેનો તેમને ફાયદો થયો છે.

આ સમાચાર શેર કરો