શ્રેયસ અય્યરને ICC ODI રેન્કિંગમાં થયો ફાયદો, મેચ રમ્યા વિના આ સ્થાને પહોંચ્યો
ICC દ્વારા જારી કરવામાં આવેલી તાજેતરની ODI બેટિંગ રેન્કિંગમાં બહુ ફેરફાર નથી થયો, પરંતુ નવા રેન્કિંગમાં કેટલાક

ICC દ્વારા જારી કરવામાં આવેલી તાજેતરની ODI બેટિંગ રેન્કિંગમાં બહુ ફેરફાર નથી થયો, પરંતુ નવા રેન્કિંગમાં કેટલાક ખેલાડીઓને ચોક્કસ ફાયદો થયો છે. આમાં એક નામ ભારતીય ટીમમાંથી બહાર રહેલા મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરનું પણ છે, જેણે ઓગસ્ટમાં શ્રીલંકા સામેની ODI સિરીઝ દરમિયાન તેની છેલ્લી આંઈન્ટરનેશનલ મેચ રમી હતી. ત્યારથી અય્યર ટીમની બહાર છે. ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ODI બેટિંગ રેન્કિંગમાં ઐય્યરને 2 સ્થાનનો ફાયદો થયો છે અને હવે તે 13મા નંબરે પહોંચી ગયો છે, તેના 658 રેટિંગ પોઈન્ટ છે.
ટોપ-10માં ત્રણ ભારતીય ખેલાડીઓ
જો આપણે ODIની લેટેસ્ટ રેન્કિંગની વાત કરીએ તો પાકિસ્તાની ટીમનો પૂર્વ કેપ્ટન બાબર આઝમ હજુ પણ પ્રથમ સ્થાન પર છે, તેના 824 રેટિંગ પોઈન્ટ છે. આ પછી, ત્રણ સ્થાનો પર રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલીનો કબજો છે. ICC દ્વારા જાહેર કરવામાં આવેલી આ નવી રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમનો વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડ ફરી ટોપ-10માં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે, તે એક સ્થાનની છલાંગ લગાવીને 10મા નંબર પર પહોંચી ગયો છે. તેના 677 રેટિંગ પોઈન્ટ છે.
આ ખેલાડીઓને પણ ફાયદો થયો
શ્રીલંકન ટીમના ખેલાડી ચરિથ અસલંકાને પણ ICC દ્વારા જારી કરાયેલી તાજેતરની ODI રેન્કિંગમાં ફાયદો થયો છે, તે હવે 656 રેટિંગ પોઈન્ટ સાથે 14મા નંબર પર પહોંચી ગયો છે. આ સિવાય વેસ્ટ ઈન્ડિઝનો શાઈ હોપ પણ એક સ્થાનની છલાંગ લગાવીને 11મા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે પાકિસ્તાની ટીમનો ઓપનિંગ બેટ્સમેન ઈમામ ઉલ હક હવે 12મા સ્થાને પહોંચી ગયો છે, તેણે 2 સ્થાનની છલાંગ લગાવી છે અને તેના 672 રેટિંગ પોઈન્ટ છે.






