મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

શું 'રાવલપિંડી એક્સપ્રેસ' ફરી મેદાન પર?, શોએબ અખ્તરે નિવૃત્તિમાંથી વાપસીની કરી જાહેરાત!

27 એપ્રિલના રોજ, લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની અંતિમ

શું 'રાવલપિંડી એક્સપ્રેસ' ફરી મેદાન પર?, શોએબ અખ્તરે નિવૃત્તિમાંથી વાપસીની કરી જાહેરાત!

27 એપ્રિલના રોજ, લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની અંતિમ મેચ રમાઈ હતી. પાકિસ્તાને આ મેચ 9 રને જીતી લીધી હતી. મેચ દરમિયાન શોએબ અખ્તર પણ મેદાન પર હતો. સ્ટેડિયમમાં હાજર દર્શકોએ શોએબના નારા લગાવવાનું શરૂ કરી દીધું, ત્યારબાદ શોએબ અખ્તરે કંઈક એવું ટ્વિટ કર્યું જેનાથી ફેન્સ બેબાકળા થઈ ગયા.

શું 'રાવલપિંડી એક્સપ્રેસ' શોએબ અખ્તર નિવૃત્તિમાંથી પરત ફરવાનું વિચારી રહ્યો છે?


પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી ટી20 મેચ દરમિયાન શોએબ હાજર હતો. ત્યાં તેણે ઉજવણી કરી રહેલા દર્શકોને ICC T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી સોંપી હતી. મેદાન પર દર્શકોનો ઉત્સાહ જોઈને રાવલપિંડી એક્સપ્રેસ’ પાછા ફરવાનું વિચારવા લાગી. આ પછી એક ટ્વિટ દ્વારા, તેણે નિવૃત્તિમાંથી પાછા ફરવાનો સંકેત આપ્યો.

શોએબ અખ્તરે ટ્વિટમાં લખ્યું, "'શોએબ શોએબ'ના તે નારા ખૂબ જ હૃદયસ્પર્શી હતા. હું તમારા બધા માટે બોલિંગ કરવા માટે ફરીથી મેદાનમાં જવા માંગતો હતો. ગૂઝબમ્પ્સ મળ્યા!!" આ ઈમોશનલ મેસેજ જોઈને ફેન્સ પણ કોમેન્ટમાં કહેવા લાગ્યા કે તેમને ફરીથી મેદાન પર જોવા ઈચ્છશે.

IND vs PAK T20 વર્લ્ડ કપ 2024ની મેચ ક્યારે થશે?


T20 વર્લ્ડ કપ 2024 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં આયોજિત કરવામાં આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2024 રવિવાર, 9 જૂને ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

IND vs PAK T20 વર્લ્ડ કપ હેડ ટુ હેડ


ICC T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધી 7 વખત ટકરાયા છે. જેમાંથી ભારતે 5 મેચ જીતી છે. જ્યારે પાકિસ્તાન માત્ર 1 મેચ જીતવામાં સફળ રહ્યું છે. એક મેચ ટાઈ રહી હતી.

આ સમાચાર શેર કરો