મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs BAN: મેચના એક દિવસ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ વિસ્ફોટક ખેલાડી થયો બહાર

બાંગ્લાદેશ વિરુદ્ધ રવિવારથી એટલે કે, 6 ઓક્ટોબરથી ત્રણ મેચની ટી-20 શ્રેણી શરૂ થાય પહેલા ટીમ ઈન્ડિયાન

IND vs BAN: મેચના એક દિવસ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ વિસ્ફોટક ખેલાડી થયો બહાર

બાંગ્લાદેશ વિરુદ્ધ રવિવારથી એટલે કે, 6 ઓક્ટોબરથી ત્રણ મેચની ટી-20 શ્રેણી શરૂ થાય પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર શિવમ  આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. શિવમની જગ્યાએ તિલક વર્માને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

બાંગ્લાદેશ સામેની T-20 સિરીઝમાંથી શિવમ દુબે પીઠની ઈજાને કારણે આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. શિવમની જગ્યાએ તિલક વર્માએ ટીમમાં એન્ટ્રી કરી છે. શિવમ જુલાઈમાં શ્રીલંકા સામે રમાયેલી T-20 શ્રેણીમાં ટીમનો ભાગ હતો, પરંતુ તેનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 શ્રેણીનો કાર્યક્રમ 

પ્રથમ ટી-20 - 6 ઓક્ટોબર
બીજી ટી-20 - 9 ઓક્ટોબર
ત્રીજી ટી-20  - 12 ઓક્ટોબર

ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમ 

સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, રિંકુ સિંઘ, નિતિશ કુમાર રેડ્ડી, રિયાન પરાગ, તિલક વર્મા, વોશિંગ્ટન સુંદર, જિતેશ શર્મા(વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદિપ સિંહ, હર્ષિત રાણા અને મયંક યાદવ.

આ સમાચાર શેર કરો