IPL 2024 : રાજસ્થાન સામેની મેચમાંથી કેપ્ટન શિખર 'આઉટ', જાણો કેમ નહીં રમે
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં શનિવારે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો ખેલાઈ રહ્યો છ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં શનિવારે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો ખેલાઈ રહ્યો છે. જેમાં રાજસ્થાને ટોસ જીતીને પંજાબને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે. જોકે, પંજાબ ટીમની કમાન શિખર ધવનના સ્થાને સેમ કરન સંભાળી રહ્યો છે.
પંજાબ ટીમનો કેપ્ટન શિખર ધવન આ મેચ રમી રહ્યો નથી. ટોસ દરમિયાન સેમ કરનને જોઈને દર્શકોએ વિચાર્યું કે, ધવન આ મેચમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમશે, પરંતુ કરને કહ્યું કે ધવન ઈજાને કારણે તે આ મેચ રમશે નહીં. ધવનની જગ્યાએ અથર્વ તાયડેને આ મેચમાં રમવાની તક મળી છે.
પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં 8માં ક્રમે
નોંધનીય છે કે, આઈપીએલમાં અત્યાર સુધીમાં રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. પરિણામે પોઈન્ટ ટેબલમાં ટોપ છે. જ્યારે પંજાબને 5માંથી 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પોઈન્ટ ટેબલમાં 8મા ક્રમે છે.
બંને ટીમની પ્લેઇંગ ઈલેવન
રાજસ્થાન રોયલ્સ: રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, સંજુ સેમસન(કેપ્ટન અને વિકેટકીપર), શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, તનુષ કોટિયન, કેશવ મહારાજ, ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન, કુલદીપ સેન અને યુઝવેન્દ્ર ચહલ.
પંજાબ કિંગ્સ : જોની બેયરસ્ટો, અથર્વ તાયડે, પ્રભસિમરન સિંહ, લિયામ લિવિંગસ્ટન, સેમ કરન (કેપ્ટન), જીતેશ શર્મા(વિકેટકીપર), શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ અને કાગીસો રબાડા.








