પહેલા સદી ફટકારી...હવે હેટ્રિક ઝડપી; રણજી ટ્રોફીમાં બેટ-બોલથી કમાલ કરી રહ્યો છે આ ખેલાડી
ભારતીય ટીમના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સામેલ કરવામાં આવ્યો નહતો. શાર્દુલ ઠ

ભારતીય ટીમના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સામેલ કરવામાં આવ્યો નહતો. શાર્દુલ ઠાકુર 2020માં ગાબા ટેસ્ટમાં ભારતને મળેલી જીતનો હીરો હતો. SENA દેશોમાં ટેસ્ટમાં તે ગત કેટલાક વર્ષથી ભારતનો મુખ્ય ખેલાડી હતો પરંતુ ગૌતમ ગંભીરના હેડ કોચ બન્યા બાદથી કોઇ ફોર્મેટમાં તેને તક મળી નથી.જોકે, રણજી ટ્રોફીમાં શાર્દુલ ઠાકુર સતત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. જમ્મુ વિરૂદ્ધ છઠ્ઠા રાઉન્ડની મેચમાં શાર્દુલ ઠાકુરે અડધી સદી અને સદી ફટકારી હતી. હવે શાર્દુલ ઠાકુરે રણજી ટ્રોફીમાં મેઘાલય વિરૂદ્ધ હેટ્રિક ઝડપી છે.
શાર્દુલ ઠાકુરે ઝડપી હેટ્રિક
મુંબઇના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે હેટ્રિક ઝડપી છે. મેઘાલય વિરૂદ્ધ શરદ પવાર ક્રિકેટ એકેડમી BKCમાં પોતાની બીજી ઓવરમાં જ તેને આ સિદ્ધિ મેળવી હતી. મેઘાલયની ઇનિંગની ત્રીજી ઓવરના ચોથા બોલ પર શાર્દુલ ઠાકુરે અનિરૂદ્ધ બીને આઉટ કર્યો હતો. તે બોલ્ડ થયો હતો. તે બાદ સુમિત કુમારનો કેચ શમ્સ મુલાનીએ પકડ્યો હતો. ઓવરના અંતિમ બોલ પર શાર્દુલ ઠાકુરે જસકીરત સિંહને બોલ્ડ કર્યો હતો. ત્રણેય બેટ્સમેન ખાતું ખોલાવી શક્યા નહતા.
રણજી ટ્રોફીમાં મુંબઇ માટે હેટ્રિક લેનારા બોલર
જહાંગીર બેહરામજી ખોત Vs બરોડા- 1943/44
ઉમેશ નારાયણ કુલકર્ણી vs ગુજરાત - 1963/64
અબ્દુલ મુસાભાઇ ઇસ્માઇલ vs સૌરાષ્ટ્ર - 1973/74
રોયસ્ટન હેરોલ્ડ ડાયસ vs બિહાર - 2023/24
શાર્દુલ ઠાકુર vs મેઘાલય - 2024/25








