'મૌલાના સાહેબે પુસ્તકો વાંચવા જોઈએ', એનર્જી ડ્રિંક પીવા મુદ્દે શમીના ભાઈનો જડબાતોડ જવાબ
ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં ભારતીય ટીમ સામે ઓસ્ટ્રેલિયાનો પડકાર હતો. રોહિત શર્માની કૅપ્ટનશીપમાં ટીમ ઇન્ડિ

ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં ભારતીય ટીમ સામે ઓસ્ટ્રેલિયાનો પડકાર હતો. રોહિત શર્માની કૅપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો રમઝાનમાં એનર્જી ડ્રિંક પીતો ફોટો વાયરલ થયો હતો. ત્યારબાદ ઇસ્લામિક નિષ્ણાતો અને મૌલાનાઓએ મોહમ્મદ શમીની ટીકા કરી. મૌલાનાઓએ મોહમ્મદ શમી પર રોઝાના નિયમો તોડવાનો આરોપ લગાવ્યો હતો. જોકે હવે આ મામલે મોહમ્મદ શમીના ભાઈએ મૌલાનાઓને જડબાતોડ જવાબ આપ્યો છે.
મૌલાના સાહેબે પુસ્તકો વાંચવા જોઈએ
ઓલ ઇન્ડિયા જમાતના મૌલાના શહાબુદ્દીને રમઝાનમાં રોઝા દરમિયાન મોહમ્મદ શમીને પાણી પીવા બદલ ટ્રોલ કર્યો હતો. હવે આ મુદ્દે મોહમ્મદ શમીના ભાઈએ જવાબ આપ્યો છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા મોહમ્મદ શમીના ભાઈ મોહમ્મદ ઝૈદે કહ્યું કે, મને આવા નિવેદનો પર હસવું આવે છે. આવા લોકો માત્ર ટીઆરપી માટે નિવેદનો આપે છે. જ્યાં સુધી મને લાગે છે, મૌલાના સાહેબે પુસ્તકો વાંચવા જોઈએ, જો કોઈ કોઈના હાથ નીચે હોય, જો આપણી ટીમ ક્યાંક બહાર જઈ રહી હોય, તો તેને રોઝામાં છૂટ આપવામાં આવી છે. મારું માનવું છે કે ઇમામ સાહેબના આ શબ્દોનો કોઈ અર્થ નથી.
પાકિસ્તાનની ટીમને કોઈએ ટ્રોલ ન કરી
મોહમ્મદ શમીના ભાઈ મોહમ્મદ ઝૈદે ચેમ્પિયન્સ ટ્રોફી 2017ને યાદ કરી, જ્યારે આખી પાકિસ્તાન ટીમ સાથે બેસીને કોફી પી રહી હતી. તેમણે કહ્યું કે, ત્યારે કોઈએ પાકિસ્તાની ટીમને ટ્રોલ નહોતી કરી, પરંતુ મોહમ્મદ શમીને વારંવાર નિશાન બનાવવામાં આવી રહ્યો છે, આ આપણા માટે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તે આપણા માટે ખૂબ મહેનત કરીને રમી રહ્યો છે, પરંતુ તેને આ રીતે ટાર્ગેટ કરવો યોગ્ય નથી. પાકિસ્તાન તરફથી ઘણા લોકો ટ્રોલ કરી રહ્યા છે. મોહમ્મદ શમીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે કારણ કે, તે સારું પ્રદર્શન કરી રહ્યો છે.






