મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ભારત સામે બીજી ટેસ્ટ પહેલા બાંગ્લાદેશના ખેલાડીએ કરી સંન્યાસની જાહેરાત

બાંગ્લાદેશના ઓલ રાઉન્ડર ખેલાડી શાકિબ અલ હસને ટેસ્ટ ક્રિકેટમાંથ

ભારત સામે બીજી ટેસ્ટ પહેલા બાંગ્લાદેશના ખેલાડીએ કરી સંન્યાસની જાહેરાત

બાંગ્લાદેશના ઓલ રાઉન્ડર ખેલાડી શાકિબ અલ હસને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. શાકિબ અલ હસન મીરપુરમાં દક્ષિણ આફ્રિકા સામે પોતાની અંતિમ મેચ રમશે. ભારત અને બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટ મેચ પહેલા શાકિબ અલ હસને ટેસ્ટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. આ બન્ને દેશ વચ્ચે 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં બીજી ટેસ્ટ મેચ રમાશે.

શાકિબે મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ વર્ષે મીરપુરમાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પોતાની ટેસ્ટ ક્રિકેટ કરિયરની અંતિમ મેચ રમશે.

શાકિબે ટેસ્ટ અને ટી-20માં કરી સંન્યાસની જાહેરાત

ટેસ્ટ ફોર્મેટમાં સંન્યાસ સિવાય શાકિબે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પણ સંન્યાસની જાહેરાત કરી છે. શાકિબ અલ હસને બાંગ્લાદેશ માટે અંતિમ ટી-20 મેચ ટી-20 વર્લ્ડકપ 2024માં રમી હતી. ટી-20માં રિટાયરમેન્ટ બાદ શાકિબ ભારત સામે ત્રણ મેચની ટી-20 સિરીઝમાં નહીં રમે.

કાનપુરમાં બીજી ટેસ્ટ મેચ પહેલા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં શાકિબ અલ હસને કહ્યું કે મીરપુરમાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમાનાર ટેસ્ટ મેચ આ ફોર્મેટમાં મારી અંતિમ ટેસ્ટ હશે. જોકે, શાકિબને વિશ્વાસ નથી કે તેને બાંગ્લાદેશ વિરૂદ્ધ રમવાની તક મળશે. રાજકીય પાર્ટી અવામી લીગના સભ્ય હોવાને કારણે આ ઓલરાઉન્ડરને પોતાની સુરક્ષાનો પણ ડર છે.

શાકિબનું માનવું છે કે તે દેશમાં પ્રવેશ તો કરી શકે છે પણ બહાર નહીં જઇ શકે. શાકિબે કહ્યું કે, બાંગ્લાદેશી નાગરિક હોવાને કારણે ભારતથી ત્યા જવામાં કોઇ સમસ્યા નથી પણ મારી સમસ્યા આ છે કે હું ત્યા પહોંચ્યા બાદ બહાર નહીં નીકળી શકું. બાંગ્લાદેશની પરિસ્થિતિ વિશે હું પોતાના પરિવાર અને મિત્રો પાસેથી જે સાંભળી રહ્યો છું, તેનાથી સંકોચમાં છું. શાકિબે કહ્યું કે હું મીરપુરમાં અંતિમ ટેસ્ટ મેચ રમવા માંગીશ પણ આવું શક્ય ના બન્યું તો ભારત વિરૂદ્ધ આ ટેસ્ટ મારી અંતિમ ટેસ્ટ મેચ હોઇ શકે છે.

શાકિબની ટેસ્ટ અને ટી-20 કરિયર

શાકિબ અલ હસને બાંગ્લાદેશ માટે 70 ટેસ્ટ મેચ રમી છે જેમાં 5 સદીની મદદથી 4600 રન બનાવ્યા છે. શાકિબનો બેસ્ટ સ્કોર 217 રન રહ્યો છે. શાકિબે 129 ટી-20 મેચમાં 2551 રન બનાવ્યા છે અને તેનો બેસ્ટ સ્કોર 84 રન છે. શાકિબ અલ હસને 70 ટેસ્ટ મેચમાં અત્યાર સુધી 242 વિકેટ ઝડપી છે જ્યારે 129 મેચમાં 149 વિકેટ ઝડપી છે.

આ સમાચાર શેર કરો