મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

પાકિસ્તાનની કપ્તાની માટે બાબર આઝમ નહીં પરંતુ આ ખેલાડી હતો શ્રેષ્ઠ વિકલ્પ, શાહિદ આફ્રિદીએ આપી પ્રતિક્રિયા

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાબર આઝમને પાકિસ્તાનની વન ડે તેમજ T20 ક્રિકેટ ટીમનો ફરીથી

પાકિસ્તાનની કપ્તાની માટે બાબર આઝમ નહીં પરંતુ આ ખેલાડી હતો શ્રેષ્ઠ વિકલ્પ, શાહિદ આફ્રિદીએ આપી પ્રતિક્રિયા

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાબર આઝમને પાકિસ્તાનની વન ડે તેમજ T20 ક્રિકેટ ટીમનો ફરીથી કેપ્ટન બનાવ્યો છે. કદાચ T20 વર્લ્ડ કપ 2024ને ધ્યાનમાં રાખીને PCBએ આ નિર્ણય લેતા શાહીન આફ્રિદી પાસેથી T20 ટીમની કેપ્ટનશિપ છીનવી લેવામાં આવી છે.

બાબર આઝમે ગયા વર્ષે નવેમ્બરમાં વન ડે વર્લ્ડ કપ બાદ જ પાકિસ્તાનની ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી, પરંતુ લગભગ 5 મહિના બાદ તેને ફરીથી સફેદ બોલ ફોર્મેટમાં કેપ્ટન બનાવાયો છે. બાબર આઝમને ફરીથી પાકિસ્તાન ટીમનો કેપ્ટન બનાવવામાં આવતા ટીમના પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડ શાહિદ આફ્રિદીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

શાહિદ આફ્રિદીએ રિઝવાનને શ્રેષ્ઠ વિકલ્પ ગણાવ્યો 

બાબર આઝમને ફરીથી પાકિસ્તાનની વન ડે અને T20 ટીમનો કેપ્ટન બનાવતા પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ X પર એક પોસ્ટ કરતા કહ્યું કે, પસંદગી સમિતિમાં સામેલ અનુભવિ ક્રિકેટરોના નિર્ણયથી આશ્ચર્યચકિત થયો છું. મારું માનવું છે કે જો બદલાવ જરૂરી હતો તો રિઝવાન શ્રેષ્ઠ વિકલ્પ હતો. પરંતુ હવે જ્યારે નિર્ણય લેવાઈ ગયો છે ત્યારે હું પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને બાબર આઝમને મારું સંપૂર્ણ સમર્થન અને શુભેચ્છાઓ પાઠવું છું.
 
જણાવી દઈએ કે બાબર આઝમે વન ડે વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન બાદ ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટન્સી છોડી હતી. આ વર્લ્ડ કપમાં પાકિસ્તાને 9 લીગ મેચમાંથી માત્ર 4માં જ જીત મેળવી હતી અને સેમી ફાઇનલ સુધી પણ પહોંચી શકી નહોતી. બાબરે કેપ્ટનશીપ છોડ્યા પછી પાકિસ્તાને આફ્રિદીને T20 ટીમનો કેપ્ટન બનાવ્યો હતો જ્યારે ટેસ્ટ ટીમની કમાન શાન મસૂદને સોંપાઈ હતી. પરંતુ હવે શાહીનને હટાવીને ફરી એક વખત બાબરને વન ડે અને T20 ટીમની કમાન સોંપવામાં આવી છે. જ્યારે શાન મસૂદ ટેસ્ટ ટીમનો કેપ્ટન ચાલુ રહેશે.

આ સમાચાર શેર કરો