સંજુ સેમસને આક્રમક અંદાજમાં ફટકારી સેન્ચુરી, આફ્રિકાના બોલરોને ધોઈ નાખ્યા
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી-20 સિરીઝની પ્રથમ મેચ શુક્રવારે ડરબનના કિંગ્સમીડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી-20 સિરીઝની પ્રથમ મેચ શુક્રવારે ડરબનના કિંગ્સમીડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. જેમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. સંજુ સેમસને આફ્રિકા સામે શાનદાર સેન્ચુરી ફટકારી છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. અભિષેક શર્મા 7 રન બનાવીને જ આઉટ થઈ ગયો હતો. જોકે, બાદમાં સેમસન અને સૂર્યકુમારે 50થી વધુ રનની ભાગીદારી કરી હતી.
સેમસને 47 બોલમાં સદી પુરી કરી
આફ્રિકા સામે સંજુ સેમસને ફટકારી સેન્ચુરી આક્રમક અંદાજમાં સદી ફટકારી છે. સેમસને 48 બોલમાં સદી પુરી કરી હતી. 50 બોલમાં 10 સિક્સ અને 7 ફોરની મદદથી 107 રન બનાવ્યા હતા.
અગાઉ બાંગ્લાદેશ સામે ફટકારી હતી મેડન સેન્ચુરી
સંજુ સેમસને 12 ઓક્ટોબર 2024ના દિવસે બાંગ્લાદેશ સામેની ત્રીજી T20I મેચમાં પ્રથમ સેન્ચુરી ફટકારી હતી. આ સાથે જ તે ભારતીય વિકેટ કીપર તરીકે T20Iમાં સદી ફટકારનાર પહેલો ખેલાડી બની ગયો હતો.
બંને ટીમની પ્લેઇંગ ઈલેવન
ભારત : અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને આવેશ ખાન.
સાઉથ આફ્રિકા: રિયાન રિકલ્ટન (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, એડન માર્કરમ (કેપ્ટન), હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, પેટ્રિક ક્રુગર, માર્કો યાન્સેન, એન્ડિલ સિમેલેન, ગેરાલ્ડ કોત્ઝી, કેશવ મહારાજ અને નકાબાયોમઝી પીટર.








