મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND Vs SA: સંજુ સેમસન- તિલક વર્માની આક્રમક સેન્ચુરી, દેવદિવાળીએ બેટરોએ કરી ફટકાબાજી

સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે ટી-20 સિરીઝની ચોથી અને અંતિમ મેચ શુક્રવારે જોહનિસબર્ગના વાન્ડરર્સ સ્ટે

IND Vs SA: સંજુ સેમસન- તિલક વર્માની આક્રમક સેન્ચુરી, દેવદિવાળીએ બેટરોએ કરી ફટકાબાજી

સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે ટી-20 સિરીઝની ચોથી અને અંતિમ મેચ શુક્રવારે જોહનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સંજુ સેમસન અને તિલક વર્માએ આક્રમક સેન્ચુરી ફટકારી છે. નોંધનીય છે કે, આ બંને ખેલાડીએ આ સિરીઝમાં બીજી સદી મારી છે. 

આફ્રિકાને મેચ જીતવા 284 રનનો પહાડ જેવો લક્ષ્ય આપ્યો

ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 1 વિકેટના નુકસાને 283 રન ખડકી દીધા હતા. સાઉથ આફ્રિકાને મેચ જીતવા 284 રનનો પહાડ જેવો લક્ષ્ય આપ્યો છે. 

ઓપનિંગ જોડીએ તાબડતોબ શરૂઆત કરી હતી

ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને સંજુ સેમસન અને અભિષેક શર્માએ આક્રમક શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. અભિષેકે 18 બોલમાં 4 છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 36 રન બનાવ્યા હતા.  જે બાદ તિલક વર્મા અને સેમસને પણ તાબડતોબ બેટિંગ કરીને આફ્રિકના બોલરોને ધોઈ નાખ્યા હતા.

સેમસને બીજી સેન્ચુરી આફ્રિકા સામે ફટકારી

સંજુ સેમસને આ સિરીઝમાં બીજી સેન્ચુરી સાઉથ આફ્રિકા સામે ફટકારી છે. સેમસને 51 બોલમાં સદી પુરી કરી હતી. તેણે 56 બોલમાં અણનમ 109 રન બનાવ્યા જ્યારે તિલકે 47 બોલમાં અણનમ 120 રન ફટકાર્યા હતા.

તિલક વર્માએ 41 બોલમાં સદી ફટકારી

તિલક વર્માએ 41 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે 9 સિક્સ અને 6 ફોર મારી હતી.

બંને ટીમની પ્લેઇંગ- ઈલેવન

ભારત: સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રમણદીપ સિંહ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.

સાઉથ આફ્રિકા: રેયાન રિકલ્ટન, રીઝા હેન્ડ્રિક્સ, એડન માર્કરમ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, માર્કો યાન્સેન, એન્ડીલે સિમેલેન, ગેરાલ્ડ કોત્ઝી, કેશવ મહારાજ અને લુથો સિપામાલાને.

આ સમાચાર શેર કરો