Sachin Tendulkar Birthday / 100 સદી ઉપરાંત સચિન તેંડુલકરના તે 5 રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
સચિન તેંડુલકર આજે એટલે કે 24 એપ્રિલના રોજ તેનો 51મો જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. ભારતીય ક્રિકે

સચિન તેંડુલકર આજે એટલે કે 24 એપ્રિલના રોજ તેનો 51મો જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેને પોતાની કારકિર્દીમાં ઘણા રેકોર્ડ બનાવ્યા. તેનો સૌથી પ્રખ્યાત રેકોર્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારવાનો છે. પરંતુ 100 સદી સિવાય અમે તમને સચિન તેંડુલકરના એવા 5 રેકોર્ડ જણાવીશું, જેને તોડવા લગભગ અશક્ય છે.
સૌથી વધુ ટેસ્ટ મેચો
સચિન તેંડુલકર સૌથી વધુ 200 ટેસ્ટ મેચ રમનાર બેટ્સમેન છે. અત્યારે ટેસ્ટ મેચ પહેલા જેટલી નથી રમાતી. આવી સ્થિતિમાં જો કોઈ ખેલાડી માત્ર 100 ટેસ્ટ પણ રમે છે તો તેને મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. જો કે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન અત્યાર સુધીમાં 187 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકશે કે નહીં.
સૌથી વધુ ઈન્ટરનેશનલ રન
સચિન તેંડુલકરે ઈન્ટરનેશનલ કરિયરમાં 34,357 રન બનાવ્યા છે. તે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ ઈન્ટરનેશનલ રન બનાવનાર ખેલાડી છે. સચિનનો આ રેકોર્ડ તોડવો લગભગ અશક્ય છે. હાલમાં, વિરાટ કોહલી એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે 25,000 ઈન્ટરનેશનલ રનનો આંકડો પાર કર્યો છે.
ઈન્ટરનેશનલ કરિયરમાં સૌથી વધુ મેચ
સચિન તેંડુલકર એવો બેટ્સમેન છે જેણે ઈન્ટરનેશનલ કરિયરમાં સૌથી વધુ મેચ રમી છે. તેણે પોતાના કરિયરમાં 664 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. હાલમાં વિરાટ કોહલી એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે 500 ઈન્ટરનેશનલ મેચોનો આંકડો પાર કર્યો છે.
સૌથી વધુ ચોગ્ગા
સચિન તેંડુલકર ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટ્સમેન છે. તેંડુલકરે 664 મેચોની 782 ઈનિંગ્સમાં બેટિંગ કરતા 4076 ચોગ્ગા ફટકાર્યા હતા. આ યાદીમાં બીજું નામ કુમાર સંગાકરનું છે, જેણે ઈન્ટરનેશનલ કરિયરમાં 3015 ચોગ્ગા ફટકાર્યા હતા.
સૌથી વધુ વખત 50 કે તેથી વધુનો સ્કોર
સચિન તેંડુલકરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા છે. તેંડુલકરે 264 વખત 50 રનનો આંકડો પાર કર્યો, જેમાં 100 સદી અને 164 અડધી સદી સામેલ છે.








