મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

'હું T20 વર્લ્ડકપની મેચ જોવા માંગતો નથી, ટીમ ઇન્ડિયામાં પસંદગી ના થતા રિયાન પરાગ નારાજ

IPL 2024માં આક્રમક રમત રમનારા રિયાન પરાગની પસંદગી ટી-20 વર્લ્ડકપમાં ના થતા નારાજ થયો છે. IPLમાં પ

'હું T20 વર્લ્ડકપની મેચ જોવા માંગતો નથી, ટીમ ઇન્ડિયામાં પસંદગી ના થતા રિયાન પરાગ નારાજ

IPL 2024માં આક્રમક રમત રમનારા રિયાન પરાગની પસંદગી ટી-20 વર્લ્ડકપમાં ના થતા નારાજ થયો છે. IPLમાં પોતાની બેટિંગથી દિલ જીતનારા રિયાન પરાગને લઇને અટકળો હતી કે તેની પસંદગી ટી-20 વર્લ્ડકપની ભારતીય ટીમમાં થઇ શકે છે. હવે રિયાન પરાગે ટીમમાં પસંદગી ના થતા પોતાનું નિવેદન આપ્યું છે. 

ક્રિકેટ મેચ જોવાનું છોડી દઇશ- પરાગ

રણવીર અલ્લાહબાદિયાના યૂ ટ્યુબ શોમાં રિયાન પરાગે પોતાના વિચાર રજૂ કર્યા છે. રિયાન પરાગના નિવેદન બાદ વિવાદ ઉભો થયો છે. રિયાન પરાગે કહ્યું કે, "તે આ વખતે ટી-20 વર્લ્ડકપની મેચ નહીં જોવે. રિયાન પરાગનું માનવું છે કે તેની પસંદગી ટીમમાં થઇ નથી જેને કારણે નિરાશા જરૂર થઇ છે પરંતુ તે તેના વિશે વધુ વિચારતો નથી. રિયાન પરાગે કહ્યું, "હું આ વખતે વર્લ્ડકપની મેચ નહીં જોવું, હું માત્ર ફાઇનલ મેચ જોઇશ. હું વર્લ્ડકપ રમવા માંગતો હતો, મને લાગે છે કે આ સારો અનુભવ છે, તમે દેશ માટે વર્લ્ડકપ રમવા માંગો છો. આ વિચાર તમને હંમેશા મોટિવેટ કરે છે."

રિયાન પરાગે વધુમાં કહ્યું, "મને થોડી નિરાશા જરૂર થઇ છે પરંતુ મને લાગે છે કે ટીમમાં આવવા માટે મારે કઇક કરવું પડશે. જેમની પસંદગી થઇ છે તેમને મારા કરતા વધુ મહેનત કરી હશે, મારે પણ કઇક એવું જ કરવું પડશે. જ્યારે પણ ભારતીય ક્રિકેટ ટીમ કોઇ મેચ રમે છે તો હું સીધો પ્રેક્ટિસ માટે નેટ પર જતો રહું છું. હું તેની રાહ જોઇ રહ્યો છું, મને પુરો વિશ્વાસ છે કે મારૂ સ્વપ્ન પણ પૂર્ણ થશે."

રિયાન પરાગે IPL 2024માં બનાવ્યા હતા 500થી વધુ રન

રિયાન પરાગે રાજસ્થાન રોયલ્સ તરફથી IPL 2024માં રમતા 15 મેચમાં 573 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સની ટીમ પ્લે ઓફમાં પહોંચી હતી. 

આ સમાચાર શેર કરો