મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

CSK vs KKR / ધોની-જાડેજા પાંચ વર્ષમાં જે ન કરી શક્યા, તે ઋતુરાજ ગાયકવાડે કરી બતાવ્યું

ચેન્નાઈ સુપર કિંગ્સના નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડનું બેટ ચેપોક મેદાન પર ખૂબ ચાલ્યું. ઋતુ

CSK vs KKR / ધોની-જાડેજા પાંચ વર્ષમાં જે ન કરી શક્યા, તે ઋતુરાજ ગાયકવાડે કરી બતાવ્યું

ચેન્નાઈ સુપર કિંગ્સના નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડનું બેટ ચેપોક મેદાન પર ખૂબ ચાલ્યું. ઋતુરાજે કોલકાતા નાઈટ રાઈડર્સના બોલિંગ અટેકને ઢેર કરી દીધો અને 67 રનની અણનમ ઈનિંગ રમી હતી. ઋતુરાજ ની આ ઇનિંગના કારેન, CSKએ એકતરફી મેચમાં KKRને 7 વિકેટથી હરાવ્યું. અડધી સદી ફટકારીને, ઋતુરાજે એક એવું કામ કર્યું છે, કે જે એમએસ ધોની છેલ્લા પાંચ વર્ષમાં કરી શક્યો ન હતો.

ઋતુરાજે વિસ્ફોટક ઈનિંગ રમી

CSKના ઘરેલું મેદાન પર ઋતુરાજે 58 બોલનો સામનો કરીને 67 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન ઋતુરાજે 9 ચોગ્ગા ફટકાર્યા હતા. રચિન રવિન્દ્ર સસ્તામાં પેવેલિયન પરત ફર્યા બાદ ઋતુરાજે ડેરીલ મિશેલ સાથે બીજી વિકેટ માટે અડધી સદીની પાર્ટનરશિપ કરી હતી.

મિશેલના આઉટ થયા પછી ઋતુરાજ એક છેડે ઊભો રહ્યો અને તેણે શિવમ દુબેને આક્રમક બેટિંગ કરવાની તક આપી. ઋતુરાજે અનુકુલ રોયના બોલ પર ચોગ્ગો ફટકારીને ચેન્નાઈને આ સિઝનની ત્રીજી જીત અપાવી હતી.

ઋતુરાજે આ કરી બતાવ્યું

વાસ્તવમાં, ઋતુરાજ ગાયકવાડ છેલ્લા પાંચ વર્ષમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે કેપ્ટન તરીકે ફિફ્ટી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. ધોની પણ છેલ્લા પાંચ વર્ષમાં કેપ્ટન રહીને આ કામ કરી શક્યો નથી. આ સાથે જ રવિન્દ્ર જાડેજા સાત મેચમાં કેપ્ટન હોવા છતાં આ દરમિયાન એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી.

બોલીંગમાં ચમક્યા જાડેજા અને તુષાર

જો કેપ્ટન ઋતુરાજે બેટથી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ટોન સેટ કર્યો, તો રવિન્દ્ર જાડેજા અને તુષાર દેશપાંડેએ બોલ વડે શોને ચોર્યો. જાડેજાએ માત્ર 18 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે તુષાર દેશપાંડેએ 33 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ચેન્નાઈએ KKR દ્વારા આપવામાં આવેલ 138 રનના લક્ષ્યાંકને માત્ર 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

આ સમાચાર શેર કરો