Paris Paralympics 2024: રૂબીના ફ્રાન્સિસે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
પેરાલિમ્પિક ગેમ્સ 2024માં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતીય મહિલા શૂટર રૂબીના ફ્રાન્સિસે શનિવારે શૂટિંગ ઇવેન્ટમાં બ્

પેરાલિમ્પિક ગેમ્સ 2024માં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતીય મહિલા શૂટર રૂબીના ફ્રાન્સિસે શનિવારે શૂટિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રૂબીના ફ્રાન્સિસે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ SH1 ફાઇનલમાં 211.1ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે ભારતે અત્યાર સુધીમાં કુલ પાંચ મેડલ જીત્યા છે.
ભારતે અત્યાર સુધીમાં કુલ પાંચ મેડલ જીત્યા
અવની લેખારાએ પેરાલિમ્પિક ગેમ્સ 2024માં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનીષ નરવાલે પુરુષોની 10 મીટર એર પિસ્ટલ શૂટિંગમાં સિલ્વર જીત્યો હતો. પ્રીતિ પાલે મહિલાઓની 100 મીટર ટી-35 કેટેગરીની રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આજે રૂબિનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આમ અત્યાર સુધીમાં કૂલ પાંચ મેડલ જીત્યા છે.






