મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs PAK / 'મોટી ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલી...', ભારત-પાકિસ્તાન મેચ પહેલા રોહિત શર્માની આ વાતે જીત્યા ફેન્સના દિલ

T20 વર્લ્ડ કપ 2024માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે, જે ટૂર્નામેન્ટ

IND vs PAK / 'મોટી ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલી...', ભારત-પાકિસ્તાન મેચ પહેલા રોહિત શર્માની આ વાતે જીત્યા ફેન્સના દિલ

T20 વર્લ્ડ કપ 2024માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે, જે ટૂર્નામેન્ટની 19મી મેચ હશે. આ મેચમાં ભારતીય ફેન્સની નજર વિરાટ કોહલી પર રહેશે. કોહલીએ 2022ના T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે શાનદાર ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. હવે ભારત-પાકિસ્તાન મેચ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કિંગ કોહલી વિશે દિલ જીતી લેનારી વાત કહી છે.

રોહિત શર્માએ કહ્યું કે, કોઈ પણ ખેલાડી મોટી ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલીની નજીક પણ નથી આવતો. મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય કેપ્ટને કહ્યું, "તેણે બાંગ્લાદેશ સામેની વોર્મ-અપ મેચ રમી ન હતી, પરંતુ તેણે પૂરતી ટ્રેનીંગ લીધી છે. તેણે ગઈકાલે ટ્રેનીંગ લીધી હતી. પ્રથમ મેચમાં તે સારું નહોતો તમી શક્યો. પરંતુ અમે તે વિશે નથી વિચારી રહ્યા. તમે જાણો છો કે વિશ્વભરમાં રમવામાં અને મોટી ટુર્નામેન્ટમાં રમવામાં તેને જેવો અનુભવ કેવો છે, તે બાબતમાં તેને કોઈ હરાવી ન શકે." ભારતીય કેપ્ટને આગળ કહ્યું, “તેની જેમ, જે પણ ખેલાડી રમશે તે દરેક પર જવાબદારી છે."

પાકિસ્તાન સામે સારો રેકોર્ડ

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024માં પોતાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમી હતી, જેમાં વિરાટ કોહલી કંઈ ખાસ કરી શક્યો નહોતો. કોહલી રોહિત શર્મા સાથે ઓપનિંગમાં મેદાન પર જોવા મળ્યો હતો. જોકે, ઝડપી ગતિએ રન બનાવવાના પ્રયાસમાં કોહલીએ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. કોહલીએ 5 બોલમાં માત્ર 01 રન બનાવ્યો હતો. પરંતુ, પાકિસ્તાન સામે વિરાટ કોહલીનો રેકોર્ડ ઘણો શાનદાર છે. છેલ્લા T20 વર્લ્ડ કપમાં, તેણે 53 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 82* રનની ઈનિંગ રમી હતી અને ભારતને હારેલી મેચ જીતવામાં મદદ કરી હતી.

T20 ઈન્ટરનેશનલમાં પાકિસ્તાન સામે કોહલીના એકંદર રેકોર્ડ વિશે વાત કરીએ તો, તેણે 10 મેચ રમી અને 10 ઈનિંગ્સમાં 81.33ની એવરેજ અને 123.85ની સ્ટ્રાઈક રેટથી 488 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 5 અડધી સદી ફટકારી છે, તેનો હાઈએસ્ટ સ્કોર 82* રન છે. કોહલીએ પાકિસ્તાન વિરૂદ્ધ T20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધી 48 ફોર અને 11 સિક્સ ફટકારી છે.

આ સમાચાર શેર કરો