મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO / વિમ્બલ્ડન જોવા લંડન પહોંચ્યો રોહિત શર્મા, સૂટ અને ચશ્મામાં જોવા મળ્યો હિટમેનનો સ્વેગ

T20 વર્લ્ડ કપનો જીત્યા બાદ રોહિત શર્મા થોડો સમય શાંતિ અને ખુશીમાં વિતાવી રહ્યો છે. હવે રોહિત વિમ્બલ્ડન જોવા લ

VIDEO / વિમ્બલ્ડન જોવા લંડન પહોંચ્યો રોહિત શર્મા, સૂટ અને ચશ્મામાં જોવા મળ્યો હિટમેનનો સ્વેગ

T20 વર્લ્ડ કપનો જીત્યા બાદ રોહિત શર્મા થોડો સમય શાંતિ અને ખુશીમાં વિતાવી રહ્યો છે. હવે રોહિત વિમ્બલ્ડન જોવા લંડન પહોંચી ગયો છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટને લંડનમાં વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સની સેમિફાઈનલ મેચની મજા માણી હતી. જે કાર્લોસ અલ્કારાઝ અને ડેનિલ મેદવેદેવ વચ્ચે રમાઈ હતી. રોહિત શર્મા પ્રથમ વખત વિમ્બલ્ડન જોવા ગયો હતો. 

વિમ્બલ્ડનમાં હિટમેનની અલગ સ્ટાઇલ જોવા મળી હતી. રોહિત શર્મા ટેનિસ મેચ જોવા માટે સૂટ અને કાળા ચશ્મા પહેરીને પહોંચ્યો હતો. રોહિતે પોતાની સ્ટાઇલથી બધાને દિવાના બનાવી દીધા હતા. વિમ્બલ્ડનના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં રોહિત શર્માનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ સિવાય એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં રોહિત શર્મા કહી રહ્યો છે, 'હું આ વાતાવરણને અનુભવવા માટે ઉત્સાહિત છું કારણ કે હું અહીં પહેલા ક્યારેય નથી આવ્યો', તે આગળ કહે છે, 'મને ખબર છે ક્રિકેટના મેદાન પર હજારો દર્શકો અમને રમતા જોતા હોય ત્યારે કેવું લાગે છે, તેથી દર્શકોની વચ્ચે હોવું સારું લાગે છે. મારે બસ એ અનુભવ કરવો છે.' મેચ અંગે રોહિતે કહ્યું, 'હું અહીં કોઈની સાઈડ લેવા નથી આવ્યો, બસ ટેનીસનો આનંદ માણવા આવ્યો છું.'

તમને જણાવી દઈએ કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 2024 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ભારતે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. નોંધનીય છે કે રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રોહિત ઉપરાંત વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ પણ ફોર્મેટને અલવિદા કહ્યું હતું.

આ સમાચાર શેર કરો