મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

રોહિત શર્મા સિડની ટેસ્ટમાંથી બહાર, બુમરાહ ટીમની કમાન સંભાળશે

ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)માં પોતાના ખરાબ પ્રદર્શનને કારણે રડાર પર

રોહિત શર્મા સિડની ટેસ્ટમાંથી બહાર, બુમરાહ ટીમની કમાન સંભાળશે

ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)માં પોતાના ખરાબ પ્રદર્શનને કારણે રડાર પર હતો. હવે સિડની ટેસ્ટની પ્લેઇંગ-XIમાંથી પત્તું સાફ થઇ ગયું છે. હિટમેન ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ XIનો ભાગ નહીં બને. રોહિત શર્માની જગ્યાએ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના હાથમાં ભારતીય ટીમની કમાન હશે.

ધોનીની જેમ સંન્યાસ લઇ શકે છે રોહિત શર્મા

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં કેટલાક દિગ્ગજ આવ્યા અને અનેક રેકોર્ડ તોડ્યા પણ એક દિવસ બધાએ સંન્યાસનો કડવો ઘૂંટ પીવો જ પડે છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શનને લઇને કેપ્ટન રોહિત શર્માની ટીકા થઇ રહી છે. એવી અટકળો પણ છે કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સિડની ટેસ્ટ રમ્યા બાદ રોહિત શર્મા ક્રિકેટના લાંબા ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ લઇ શકે છે.મહત્ત્વપૂર્ણ છે કે કેટલાક વર્ષ પહેલા એમએસ ધોનીએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઇને ચોકાવી દીધા હતા. હવે શું રોહિત શર્મા પણ સૌને ચોકાવતા અચાનક સંન્યાસની જાહેરાત કરી શકે છે.

તે દિવસ હતો 30 ડિસેમ્બર 2014, જ્યારે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત-ઓસ્ટ્રેલિયાની મેલબોર્નમાં ટેસ્ટ ડ્રો થઇ હતી. હજુ સિરીઝમાં સિડની ટેસ્ટ બાકી હતી અને ભારત ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં 2-0થી પાછળ હતું પરંતુ પ્રવાસ પૂર્ણ થયા પહેલા જ ધોનીના સંન્યાસે સૌને ચોકાવી દીધા હતા. કેપ્ટન કૂલના સંન્યાસ બાદ વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરી હતી. જોકે, ધોનીએ કેટલાક વર્ષ બાદ સુધી વ્હાઇટ બોલ ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું.

રોહિત શર્મા પણ લેશે સંન્યાસ!

હવે રોહિત શર્મા પણ પોતાના કરિયરના તે પડાવ પર છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ટીમ ઇન્ડિયા 2-1થી પાછળ રહી છે. રોહિત શર્મા દબાણમાં છે. જ્યારે જસપ્રીત બુમરાહની કેપ્ટન્સીમાં ભારતે 295 રનથી જીત મેળવી હતી તે બાદ ટીમ ઇન્ડિયા રોહિત શર્માની કેપ્ટન્સીમાં 3 મેચમાં એક પણ જીત મેળવી શકી નથી. 10 વર્ષમાં આવું પ્રથમ વખત થશે જ્યારે ભારત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી નહીં જીતી શકે. રોહિત શર્મા પર દબાણ એટલા માટે પણ વધારે છે કારણ કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સિરીઝમાં તેને માત્ર 31 રન જ બનાવ્યા છે.

આ સમાચાર શેર કરો