મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

રોહિત શર્માએ મોહમ્મદ શમીને લઈને કર્યો મોટો ખુલાસો, ભારતીય ક્રિકેટ ટીમને લાગી શકે છે ઝટકો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 16 ઓક્ટોબરથી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થવાની છે. પ્રથમ મેચ બેંગલુરુમાં રમાવ

રોહિત શર્માએ મોહમ્મદ શમીને લઈને કર્યો મોટો ખુલાસો, ભારતીય ક્રિકેટ ટીમને લાગી શકે છે ઝટકો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 16 ઓક્ટોબરથી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થવાની છે. પ્રથમ મેચ બેંગલુરુમાં રમાવાની છે. દરમિયાન, મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા મીડિયાને મળ્યો હતો અને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જો કે ચર્ચા આ સિરીઝ પર થવાની હતી, પરંતુ રોહિત શર્માએ પણ મોહમ્મદ શમીને લઈને પણ એક મોટો ખુલાસો કર્યો છે, જે ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે. મોહમ્મદ શમી હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. તે ન્યુઝીલેન્ડ સિરીઝનો ભાગ નથી એટલું જ નહીં, તે આગામી સિરીઝ માટે પણ જઈ શકશે કે કેમ તે અંગે પણ ચિંતા છે.

મોહમ્મદ શમી હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી

રોહિત શર્માએ સ્પષ્ટ કહ્યું કે, મોહમ્મદ શમીને આંચકો લાગ્યો હતો અને તેના ઘૂંટણમાં સોજો આવી ગયો હતો. રોહિતે કહ્યું કે શમીએ ફરી શરૂઆત કરવી પડશે. મોહમ્મદ શમી હાલમાં એનસીએમાં ડોક્ટર્સ અને ફિઝિયો સાથે છે. રોહિતે એમ પણ કહ્યું કે જો શમી સંપૂર્ણ રીતે ફિટ ન હોય તો અમે તેને ઓસ્ટ્રેલિયા લઈ જવા માંગતા નથી. આ સાથે રોહિતે શમી વિશે એમ પણ કહ્યું કે સાચું કહું તો ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે તેના વિશે નિર્ણય લેવો મુશ્કેલ છે. એટલે કે મોહમ્મદ શમી આગામી સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનો હિસ્સો બનશે કે નહીં તે અંગે હજુ પણ સસ્પેન્સ છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝ

ખાસ વાત એ છે કે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પાંચ મેચની હશે. આમાં થોડી બેદરકારી પણ મોંઘી સાબિત થઈ શકે છે. આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની હાકની સાઈકલમાં  યોજાશે. આ સિરીઝ નક્કી કરશે કે આવતા વર્ષે યોજાનરી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં કઈ ટીમો રમશે. અત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા આ માટે પ્રબળ દાવેદાર જણાય છે. પરંતુ માત્ર થોડી મેચોના પરિણામો ટેબલને ફેરવી શકે છે. તેથી દરેક મેચ ખૂબ મહત્ત્વની બની રહી છે.

ટીમ ઈન્ડિયા દરેક મેચ જીતવા માટે રમી રહી છે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ અંગે રોહિત શર્માએ કહ્યું કે જ્યારે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે કાનપુરમાં રમી રહી હતી ત્યારે વરસાદના કારણે બે દિવસની રમત રમાઈ શકી ન હતી. આ પછી, જ્યારે વરસાદ બંધ થયો અને મેચ ફરી શરૂ થઈ, ત્યારે ટીમે જીતવા માટે રમવાનું નક્કી કર્યું. આમ, ટીમ ઈન્ડિયા દરેક મેચ જીતવા માટે રમી રહી છે, જેથી તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચી શકે. 

આ સમાચાર શેર કરો