VIDEO / 'આ તો મોમેન્ટ...', રોહિત શર્માએ ગુજરાતી કપલને લગ્ન પહેલા આપી ગિફ્ટ, યાદગાર બનાવ્યો તેમનો દિવસ

રોહિત શર્મા જેટલો મોટો ક્રિકેટર છે, તેટલો જ મોટો એન્ટરટેનર પણ છે. તે મેદાન પર પોતાની મજાકથી બધાનું મનોરંજન કરે છે, અને મેદાનની બહારનો તેનો અંદાજ દિલ જીતી લે છે. તાજેતરમાં તેણે કંઈક આવું જ કર્યું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ફરતો થઈ રહ્યો છે જેમાં તે "આજ મેરે યાર કી શાદી" ગીત પર નાચતો જોવા મળી રહ્યો છે.
જો તમને એવું લાગે કે આ તેના કોઈ મિત્રના લગ્નનો વીડિયો છે, તો એવું બિલકુલ નથી. તે એક યાદગાર વીડિયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેફ્રોમ એક્સ પરના એક એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.
વીડિયોમાં જોવા મળે છે કે એક કપલ તેમના લગ્ન પહેલા એક હોટલમાં વેડિંગ શૂટિંગ કરી રહ્યું છે. અચાનક, રોહિત શર્મા જીમની બારીમાંથી હાથમાં સ્પીકર પકડીને દેખાય છે. સ્પીકર્સ પર "આજ મેરે યાર કી શાદી" ગીત વાગે છે, અને રોહિત ડાન્સ કરી રહ્યો છે. રોહિતને જોઈને કપલ તેનું અભિવાદન કરે છે. વીડિયોમાં, લગ્નના આઉટફિટમાં સજ્જ છોકરી કહેતી સાંભળી શકાય છે, "આ તો મોમેન્ટ થઈ ગઈ" એવું લાગે છે કે એક ગુજરાતી કપલ તેમની સગાઈ પછી તેમના વેડિંગ શૂટિંગ માટે આવ્યું હતું. રોહિતે તેમને એક અદ્ભુત ભેટ આપી.
રોહિત હાલમાં સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝની તૈયારી કરી રહ્યો છે. સાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ 14 નવેમ્બર, 2025થી શરૂ થઈ રહ્યો છે. આ પ્રવાસમાં આફ્રિકન ટીમ 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20I મેચ રમશે.
રોહિતે ટેસ્ટ અને T20Iમાંથી નિવૃત્તિ લઈ લીધી હોવાથી, તે હવે માત્ર ODIમાં રમતો જોવા મળે છે. રોહિત તાજેતરમાં સમાપ્ત થયેલી ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝમાં 'પ્લેયર ઓફ ધ સિરીઝ' બન્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સાત મહિનાની ગેરહાજરી પછી પરત ફરતા, રોહિતે ત્રણ મેચની ODI સિરીઝમાં શાનદાર બેટિંગ કરી. તેના અણનમ 121 રનથી ભારતને ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટથી હરાવવામાં મદદ મળી.

